પાકિસ્તાને સરહદ પર ખડકી સેના, તોપ અને શસ્ત્રસરંજામ ગોઠવવાની સાથે હલચલ કરી તેજ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય નેતાઓ પણ જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે લીધેલા નિર્ણય પછી અત્યાર સુધી અનેક વખત યુદ્ધની ધમકી આપી ચૂક્યા છે. પીઓકેના રાવલકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ગતિવિધીઓ વધી હોવાના પણ સમાચાર છે.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કર્યા પછી આ મુદ્દે ભારતને ઘેરવા માટે પાકિસ્તાન છેલ્લા કેટલાય દિવસથી હવાતિયાં મારી રહ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રયાસો કર્યા છે અને દરેક પ્રયાસમાં તેને નિષ્ફળતા સાંપડી છે. આ સાથે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય નેતાઓ પણ અત્યાર સુધી અનેક વખત યુદ્ધની દમકી આપી ચૂક્યા છે. હવે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર પાકિસ્તાનની સરકારે સરહદ ઉપર મોટા પ્રમાણમાં સેનાનો ખડકલો કરવાનું શરૂ કર્યું છે. સાથે જ તોપો અને અન્ય શસ્ત્રસરંજામની હેરફેર પણ વધારી દીધી છે.
સોમવારે જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કરેલા પ્રજાજોગ સંબોધનમાં પરમાણુ હુમલો કરવાની ધમકી ઉચ્ચારી હતી. તેમણે કહ્યું કે, જો આ બાબત આગળ વધે છે અને યુદ્ધની સ્થિતિ બને છે તો ભારતે યાદ રાખવું જોઈએ કે બંને દેશ પાસે પરમાણુ હથિયાર છે. ઈમરાને જણાવ્યું કે, આ મુદ્દે પાકિસ્તાન અંતિમ શ્વાસ સુધી લડશે અને કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
શક્તિશાળી અપાચે હેલિકોપ્ટરના વાયુસેનામાં સમાવેશ સમયે અભિનંદન ઉડાવશે મિગ-21 વિમાન
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય દિવસથી પાકિસ્તાન દ્વારા દરરોજ સરહદ પર શાંતિવિરામનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને સરહદ પર આવેલા ગામોમાં સતત ગોળીબાર કરવાામં આવી રહ્યો છે. એવું કહેવાય છે કે, પાકિસ્તાને તેની સરહદ પર સ્પેશિયલ સર્વિસ ગ્રૂપ, કમાન્ડો ફોર્સ અને બેટ ટીમના જવાનોને તૈનાત કર્યા છે. પીઓકેના રાવલકોટ, કોટલી અને મુઝફ્ફરાબાદમાં આતંકવાદી ગતિવિધીઓ વધી હોવાના પણ સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ 31 જુલાઈ અને 1 ઓગસ્ટના રોજ પાકિસ્તાનની બેટ ટીમ દ્વારા કરવામાં આવેલા ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા અને તેના 6 જવાનને ઠાર માર્યા હતા.
જુઓ LIVE TV....