ઇસ્લામાબાદ :  પાકિસ્તાનમાં મોટી વિમાન દુર્ઘટના બની છે. લાહોરથી કરાંચી જઇ રહેલી પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PPE) ની ફ્લાઇટ દુર્ઘટનાનો શિકાર બની છે. પાકિસ્તાન મીડિયાના અનુસાર આ દુર્ઘટના કરાંચી એરપોર્ટ નજીક બની છે. આ દુર્ઘટના કરાંચી એરપોર્ટ પર લેન્ડિંગની મિનિટો પહેલા બની હતી. આ પ્લેનમાં કુલ 91 યાત્રીઓ સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ઉપરાંત આ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થતા ત્યાં પણ જાન માલનું ખુબ મોટી ખુંવારી થયાનું પ્રાથમિક અનુમાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન ઇન્ટરનેશ એરલાઇનસનું એક પેસેન્જર પ્લેન એરબસ A 320 શુક્રવારે કરાંચી નજીક દુર્ઘટનાગ્રસ્ત થયું. આ પ્લેન લાહોરથી કરાંચી આવી રહ્યું હતું. પ્લેનમાં સર્જાયેલી ટેક્નીકલ ખરાબીના કારણે દુર્ઘટના થઇ. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 98 લોકો હતા. 85 યાત્રી ઇકોનોમી ક્લાસમાં હતા. 9 પેસેન્જર બિઝનેસ પ્લાનમાં હતા. જ્યારે અન્ય ક્રૂ મેમ્બર્સ હતા.


રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું
ક્રેશની કેટલીક તસ્વીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, પ્લેન કરાંચી એરપોર્ટથી થોડા અંતરે જિન્ના ગાર્ડન વિસ્તારની મોડલ કોલોનીમાં ક્રેશ થયું. આ વિસ્તારને મલીર પણ કહેવામાં આવે છે. પ્લેનના કારણે અનેક ઘર તબાહ થઇ ગયા છે અને આગ લાગી ગઇ છે. આ મકાનોમાંથી પણ ધુમાડાના ગોટેગોટા નિકળી રહ્યા છે. પાકિસ્તાી મીડિયા રિપોર્ટ અનુસાર અનેક પરિવારો આ મકાનોમાં પણ ફસાયેલા હોવાની આશંકા છે. 


10 વર્ષ જુનુ હતું વિમાન
PIA એના પ્રવક્તાએ અબ્દુલ સતારે જિયો ન્યૂઝને જણાવ્યું કે, પ્લેન 10 વર્ષ જુનુ હતું. તેના લેન્ડિંગ ગિયરમાં સમસ્યા સર્જાઇ હતી. પાયલોટનું નામ સજ્જાદ ગુલ છે. એક કો પાયલટ અને ત્રણ એરહોસ્ટેસ પણ હતી. અમારા પ્રાથમિક અંદાજ અનુસાર આ દુર્ઘટનામાં કોઇ બચ્યું હોય તેવી શક્યતાઓ નહીવત્ત છે. 


પાકિસ્તાની અગ્નિશામક દળ અને ક્વિક એક્શન ફોર્સ ઘટના સ્થળે
ઘટના અંગે માહિતી મળતા એરપોર્ટ અગ્નિશામક દળ, સ્થાનિક ફાયર બ્રિગેડ અને ક્વિક એક્શન ફોર્સના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. હાલ ઘરોમાં લાગેલી આગને કાબુમાં લેવા અને તેનો બચાવ કરવાને પ્રાથમિકતા અપાઇ રહી છે. પ્લેનમાં કોઇ બચ્યા હોવાની શક્યતા નહીવત્ત માનવામાં આવી રહી છે.