ઇસ્લામાબાદઃ Pakistan Out Of FATF Grey List: ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF), જે આતંકવાદને ધિરાણ અને મની લોન્ડરિંગ પર વૈશ્વિક વોચડોગ છે, તેણે શુક્રવારે (21 ઓક્ટોબર) પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવી દીધું છે. હવે પાકિસ્તાન પોતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે વિદેશી નાણાં મેળવવાનો પ્રયાસ કરી શકે છે. FATF એ નિવેદનમાં કહ્યું, પાકિસ્તાન હવે FATF દેખરેખ પ્રક્રિયા હેઠળ નથી, પોતાના AML/CFT (એન્ટી-મની લોન્ડરિંગ અને એન્ટી ટેરરિઝમ ફાઇનાન્સિંગ) ને વધુ સારી બનાવવા માટે  APG (એશિયા/પેસિફિક ગ્રુપ ઓફ મની લોન્ડ્રિંગ) ની સાથે કામ કરવાનું જારી રાખશે. પાકિસ્તાને તેના મની લોન્ડરિંગ વિરોધી પ્રયાસોને મજબૂત બનાવ્યા છે, તે આતંકવાદના ભંડોળ સામે લડી રહ્યું છે, તકનીકી ખામીઓ દૂર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એફટીએફે પાકિસ્તાનની સાથે નિકારગુઆને પણ ગ્રે લિસ્ટમાંથી હટાવી દીધુ છે. આ સાથે કોલ ફોર એક્શનવાળી પોતાની કાળી યાદીમાં મ્યાનમારને સામેલ કર્યું છે. ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે મની લોન્ડ્રિંગ અને આતંકવાદના મની લોન્ડ્રિંગ પર પ્રતિબંધ લગાવવામાં નિષ્ફળ રહ્યાં બાદ પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં સામેલ કર્યું હતું. FATF એ પાકિસ્તાનને મની લોન્ડરિંગ અને આતંકવાદને ધિરાણ સાથે વ્યવહારમાં કાયદાકીય, નાણાકીય, નિયમનકારી, તપાસ, ન્યાયિક અને બિન-સરકારી ક્ષેત્રોમાં તેની ખામીઓ માટે વોચ લિસ્ટમાં મૂક્યું છે. જૂન સુધીમાં પાકિસ્તાને મોટાભાગના એક્શન પોઈન્ટ પૂરા કરી લીધા હતા.


ઋષિ સુનક Vs બોરિસ જોનસન... કોણ બનશે પ્રધાનમંત્રી? જાણો ક્યારે થશે નવા PMની જાહેરાત


આ રીતે પાકિસ્તાન ગ્રે લિસ્ટમાંથી થયું બહાર
મની લોન્ડ્રિંગ અને આતંકવાદના નાણાકીય પોષણ પર પેરિસ સ્થિત વૈશ્વિક વોચડોગે કહ્યું હતું- સિંગાપુરના ટી રાજા કુમારની અધ્યક્ષતા હેઠળ એફએટીએફની પ્રથમ બેઠક 20-21 ઓક્ટોબરે થશે. પાકિસ્તાને 27 સૂત્રી કાર્ય યોજના હેઠળ તે કમીઓને દૂર કરવા માટે ઉચ્ચ સ્તરીય રાજકીય પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બાદમાં તે કાર્યવાહી પાસાઓની સંખ્યા વધારી 34 કરી દેવામાં આવી. પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા અને વ્હાઇટ લિસ્ટમાં જવા માટે 39માંથી 12 મત જોઈતા હતા. બ્લેક લિસ્ટથી બચવા મટે ત્રણ દેશોના સમર્થનની જરૂર હતી. પાકિસ્તાન હોવડોગની સ્થિતિમાં રહેવાના કારણે ઇસ્લામાબાદ માટે આઈએફએમ, વિશ્વ બેન્ક, એશિયન વિકાસ બેન્ક અને યુરોપીયન યુનિયન પાસે નાણાકીય સહાયતા મેળવવી મુશ્કેલ બની ગઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube