નવી દિલ્હી : પાકિસ્તાનને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વધી રહેલી મિત્રતા પસંદ નથી પડી રહી. હાલમાં ચીન મુલાકાત વખતે મોદી અને શી જિનપિંગ જે સદભાવથી એકબીજાને મળ્યા એ જોઈને પાકિસ્તાનની રાતોની નિંદર ઉડી ગઈ છે અને તે આ સમાચારને સારા નથી રહ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનું મીડિયા ભારત અને ચીનની વધી રહેલી મિત્રતાને તેમના માટે ખતરાનો સંકેત માને છે. પીએમ મોદીની વહાન મુલાકાત પછી પાકિસ્તાનના પદભ્રષ્ટ વડાપ્રધાન નવાઝ શરીફે નિવેદન આપ્યું છે કે પાકિસ્તાન પ્રશાસનની રાજકીય પકડ નબળી થઈ રહી છે. તેમણે કહ્યું છે કે આપણે ઇતિહાસમાંથી કોઈ પાઠ નથી ભણ્યો જેના કારણે ભારત અને ચીન આજે મિત્ર બની રહ્યા છે. 


જસ્ટિસ જોસેફ વિશે ફરી વિચાર કરવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમની બેઠક આજે


નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત મામલે પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે ભારત અને ચીન વચ્ચે વધી રહેલા વેપારી સંબંધો અને સીમા પર શાંતિનું સ્થાપન પાકિસ્તાન માટે સારા સમાચાર નથી. ચીન તો પાકિસ્તાનનું સદાબહાર મિત્ર હતું પણ હવે તે ભારત તરફ સરકી રહ્યું છે અને પાકિસ્તાન આતંકવાદ મામલે એકલું પડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલાં જાહેરમાં ચેતવણી આપી હતી કે પાકિસ્તાને એકલું પાડી દેવામાં આવશે અને આ વાત પાકિસ્તાનના સત્તાધીશોને યાદ છે. આ સંજોગોમાં પાકિસ્તાને લાગે છે કે ભારત અને ચીનની મિત્રતા તેમના માટે ખતરનાક સાબિત થશે.