Pakistan: પાકિસ્તાનના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. કારણ કે નેશનલ એસેમ્બલીમાં આજે ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ આવેલા અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન માટે સરકાર બચાવવી સહેલી નથી કારણ કે આ માટે 172ના જાદુઈ આંકડાને પાર કરવો પડશે. બીજી બાજુ વિપક્ષે પણ કમર કસી છે. હવે જોવાનું એ રહેશે કે કોની જીત થશે? ઈમરાન ખાન ક્લિન બોલ્ડ થશે કે પછી છેલ્લા બોલે સિક્સર વાગશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરશે PTI
અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે ઈમરાન ખાનની પાર્ટી PTI સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરશે. પાર્ટીનું કહેવું છે કે બંધારણની કલમ 69માં સુપ્રીમ કોર્ટ સંસદની શક્તિ છીનવી શકે નહી. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર  પુર્નવિચાર થવો જોઈએ અને નેશનલ અસેમ્બલીને નિયમો મુજબ કામ કરવાની મંજૂરી મળવી જોઈએ. 


રાત્રે 8.30 વાગે થશે મતદાન
પાકિસ્તાનનની સંસદમાં પ્રધાનમંત્રી ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે રાત્રે 8.30 વાગે મતદાન થશે. તેની જાહેરાત સ્પીકરે કરી છે. સદનમાં વિપક્ષ જેમ બને તેમ જલદી મતદાનની માંગણી કરી રહ્યો છે. 


અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો વિપક્ષનો અધિકાર
નેશનલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વિદેશમંત્રી અને પીટીઆઈ નેતા શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો એ વિપક્ષનો બંધારણીય અધિકાર છે અને તેનો બચાવ કરવો એ સરકારનું કર્તવ્ય છે. 


હજુ શરૂ થઈ શકી નથી કાર્યવાહી
પાકિસ્તાન સંસદની કાર્યવાહી હજુ પણ શરૂ થઈ શકી નથી. અત્રે જણાવવાનું કે બિલાવલ ભુટ્ટોએ સ્પીકર સાથે મુલાકાત કરી છે. બીજી બાજુ વિપક્ષના નેતા મરિયમે દાવો કર્યો છે કે અમારી સાથે 176 સાંસદ છે. 


કાર્યવાહી સ્થગિત
ભારે હોબાળાના પગલે પાકિસ્તાનમાં સંસદની કાર્યવાહી બપોરે એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. બીજી બાજુ ઈમરાન ખાન હજુ સંસદ પહોંચ્યા નથી. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube