બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની હાલત કફોડી, કરોડોની કમાણી ગુમાવે છે
. ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 400 ફ્લાઈટ રોજ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરતી નથી. જેનાથી 100 મિલિયન ડોલર (688 કરોડ)નું નુકસાન થાય છે.
નવી દિલ્હી: પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાના કારણે ભારતીય એરલાઈન્સને ખુબ મુશ્કેલી પડે છે. ભારતથી બીજા દેશોમાં જતી ફ્લાઈટ્સે પાકિસ્તાની એર સ્પેસ છોડીને વૈકલ્પિક રૂટોનો ઉપયોગ કરવો પડે છે. જેનાથી ઉડાણના સમય અને ભાવમાં વધારો થાય છે. બીજી બાજુ તેના પ્રભાવથી પાકિસ્તાનને પણ ખુબ મુશ્કેલી પડી રહી છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 400 ફ્લાઈટ રોજ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરતી નથી. જેનાથી 100 મિલિયન ડોલર (688 કરોડ)નું નુકસાન થાય છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કર્યા હતા. ત્યારબાદથી પાકિસ્તાને પોતાના 11માંથી 9 એરસ્પેસ બંધ કર્યા હતાં. હાલ પાકિસ્તાનના ફક્ત બે એર સ્પેસ ચાલુ છે જે દક્ષિણ પાકિસ્તાનમાંથી પસાર થાય છે. જ્યારે ભારતીય વાયુસેનાએ તો 31મી મેના રોજ જાહેરાત કરી દીધી હતી કે બાલાકોટ સ્ટ્રાઈક બાદ ભારતીય એરસ્પેસ પર લગાવવામાં આવેલા તમામ હંગામી પ્રતિબંધો હટાવી દેવાયા છે.
એર સ્પેસથી કઈ રીતે થાય છે કમાણી?
એરટોલ: એરલાઈન્સ જે દેશનો એરસ્પેસ યુઝ કરે છે તે દેશના સિવિલ એવિએશન પ્રશાસનને એક રકમ આપે છે. આ રકમ એરક્રાફ્ટના ટાઈપ, નિર્ધારીત અંતર, એરક્રાફ્ટના અંદાજીત વજન પર નિર્ભેર હોય છે. પાકિસ્તાનના મામલે બોઈંગ 737 જો એર સ્પેસ યુઝ કરે તો તેના બદલામાં 580 ડોલરની ફી ચૂકવવી પડે છે જ્યારે એરબસ 380 કે બોઈંગ 747 માટે તેની રકમ વધી જાય છે.
જુઓ LIVE TV