લાહોર: પાકિસ્તાનના લોકપ્રિય પર્યટક સ્થળ મૂર્રીમાં ફરવા આવેલા હજારો પ્રવાસીઓ માટે શનિવારનો દિવસ કાળ બનીને વરસ્યો અને 10 માસૂમ બાળકો સહિત 22 લોકોના મોત થયા હતા. ઘટનામાં ભોગ બનનાર સૌથી વધુ લોકો એવા હતા જેઓ કારની અંદર ઓક્સિજન પુરો થઈ જવાના કારણે મૃત્યું પામ્યા. મુર્રીમાં પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે 10 હજાર ગાડીઓમાં ફરવા પહોંચેલા પ્રવાસીઓને ખાવા-પીવા, ઓક્સિજન અને પાણીની ભારે તંગી સર્જાઈ છે. આ ભયાનક સ્થિતિમાંથી પ્રવાસીઓને બચાવવા માટે હવે પાકિસ્તાની સેનાને તૈનાત કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થિતિની ભયાનકતાને જોતા શનિવારે આ વિસ્તારને આપતકાલીન એરિયા જાહેર કરવામાં આવ્યો. રાવલપિંડી જિલ્લામાં સ્થિત મુર્રી સુધી જનાર તમામ રસ્તાઓ તે વખતે બંધ થઈ ગયા જ્યારે હજારોની સંખ્યામાં વાહન શહેરમાં આવી ગયા અને પ્રવાસીઓ રસ્તા વચ્ચે ફસાયા. ત્યાના સ્થાનિક અખબાર અનુસાર લગભગ એક હજાર કાર પ્રવાસન સ્થળે ફસાયેલી છે. પંજાબના મુખ્યમંત્રીએ બચાવ કાર્ય ઝડપી બનાવવા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડવા જરૂરી નિર્દેશ આપ્યા છે.


રૂવાટા ઉભા કરતો VIDEO: ફાટ્યો 5000 ફૂટ ઉંચો જ્વાળામુખી, વિસ્ફોટ પછી સર્જાયું ભયાનક દ્રશ્ય


'મુરીમાં 15-20 વર્ષ પછી આટલા પ્રવાસીઓ આવ્યા'
રેસ્ક્યુ 1122 દ્વારા તૈયાર કરાયેલી યાદી અનુસાર 10 બાળકો સહિત ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાને એક નિવેદનમાં જણાવ્યું છે કે મુર્રી જનાર રસ્તાઓ પર પ્રવાસીઓના મોતની ઘટનાથી તેઓ આઘાત અને દુઃખી છે. ખાને ટ્વિટ કરીને જણાવ્યું કે, “ભારે હિમવર્ષા અને હવામાનની સ્થિતિ જાણ્યા વિના મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે જિલ્લા વહીવટીતંત્ર તૈયારી કરી શક્યું નથી. તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. ગૃહમંત્રી શેખ રશીદે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે રસ્તાઓ પરથી વાહનો હટાવવા માટે સેના તૈનાત કરવામાં આવી છે.


રાશિદે કહ્યું કે 15-20 વર્ષ પછી આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુર્રી આવ્યા હતા, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. રાશિદે કહ્યું કે સરકારે ઈસ્લામાબાદથી મુર્રી સુધીનો રસ્તો બંધ કરવો પડ્યો. રશીદે વધુમાં જણાવ્યું, “રાતથી એક હજાર વાહનો ફસાયેલા છે… અને તેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. કારમાં સવાર 16-19ના મોત થયા હતા. સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોને ભોજન અને કપડા આપ્યા હતા. તેમણે કહ્યું કે મુર્રી તરફ જતો રસ્તો રવિવારે રાત્રે 9 વાગ્યા સુધી બંધ રહેશે. ત્યાંના સ્થાનિક ન્યૂઝના સમાચાર અનુસાર, મંત્રીએ કહ્યું, 'અમે પ્રવાસીઓ પર મુર્રી આવવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. હાલ મુર્રી જવાનો યોગ્ય સમય નથી.


23,000 વાહનોને સુરક્ષિત બહાર કઢાયા, હજુ 1,000 લોકો ફસાયેલા
ભારે હિમવર્ષા બાદ પંજાબ સરકારે મુર્રીને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે. પાકિસ્તાનના હવામાન વિભાગે 6 થી 9 જાન્યુઆરી વચ્ચે મુર્રી અને ગલિયાતમાં ભારે હિમવર્ષાની આગાહી કરી છે. આ વિસ્તારમાં ગત રાત્રિથી મહિલાઓ અને બાળકો સહિત હજારો પ્રવાસીઓ રસ્તા પર અટવાઈ પડ્યા છે. જો કે, ટ્રાફિક પોલીસના અધિકારીઓ રસ્તાઓ પર ટ્રાફિકની અવરજવરને પુનઃસ્થાપિત કરવા માટે તેમના પ્રયાસો કરી રહ્યા છે. રાવલપિંડીના ડેપ્યુટી કમિશનરે ટ્વીટર પર જણાવ્યું કે, મુર્રીમાંથી લગભગ 23,000 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. લગભગ 1,000 હજુ પણ ફસાયેલા છે.” 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube