ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન ખુબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમને ન તો કોઈ ઘરમાં પૂછે છે કે ન બહાર. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને હજુ સુધી તેમને ફોન નથી કર્યો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનો ફોન ઉઠાવતા નથી. આ વાતને લઈને પ્રમુખ વિપક્ષી પાર્ટી પીએમએલ-એનના નેતા મરિયમ નવાઝે(Maryam Nawaz) ઈમરાન ખાન પર નિશાન સાધ્યું. તેમણે આઈએસઆઈ ચીફની નિયુક્તિનો મુદ્દો ઉઠાવતા અણઘડ વિદેશ નીતિ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ખુબ ફટકાર લગાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેયરનો દબદબો પીએમ કરતા વધુ
ભીડને સંબોધતા મરિયમ નવાઝ શરીફે કહ્યું કે વિદેશી મોરચે ઈમરાન ખાન ફેલ સાબિત થયા છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈમરાન ખાનનો ફોન ઉઠાવતા નથી, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ફોન કરતા નથી. અમેરિકી ટીવી પર લોકો કહે છે કે ઈમરાન ખાનની હેસિયત ઈસ્લામાબાદના મેયર કરતા વધુ નથી. ફૈસલાબાદના ધોબીઘાટ મેદાનમાં આપેલા ભાષણમાં મરિયમે કહ્યું કે પ્રધાનમંત્રી ઈમરાને ફક્ત એક વચન પૂરું કર્યું છે. તે છે દરેક વ્યક્તિને રડાવવાનું અને આજે  આખો દેશ રડી રહ્યો છે. 


Pandora Paper Leaks પર આકરા પ્રહાર
મરિયમે કહ્યું કે હાલમાં જ લીક થયેલા પેંડોરા પેપર લીક (Pandora Paper Leaks) મામલે ઈમરાનની પાર્ટી નંબર વન રેન્ક ગણાવાઈ. ત્યારબાદ પણ દેશને જણાવવામાં આવ્યું કે ઈમરાન ખાનનું નામ આ યાદીમાં નથી. ભારત સાથેના સંબંધો પર મરિયમે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના ફોનનો જવાબ આપતા નથી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હજુ સુધી આપણા પીએમને ફોન કર્યો નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube