લાહોરઃ ભારતના લોબિંગને કારણે પાકિસ્તાનને આર્થિક કાર્યવાહી કાર્યદળ (FATF) દ્વારા બ્લેક લિસ્ટમાં નાખવામાં આવી શકે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ મંગળવારે આ જણાવ્યું હતું. કુરેશીએ જણાવ્યું કે, જો પાકિસ્તાન FATFની દેખરેખ હેઠળની યાદીમાં રહે છે તો તેને વાર્ષિક 10 અબજ ડોલરનું નુકસાન થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પેરિસના FATF દ્વારા પાકિસ્તાનને ગયા જૂન મહિનામાં દેખરેખ હેઠળના દેશોની યાદીમાં નાખવામાં આવ્યો હતો, આ યાદીમાં એવા દેશોનો સમાવેશ થાય છે જે મની લોન્ડરિંગ અને આતંકવાદને નાણાકિય મદદના પડકારોનો સામનો કરવામાં નબળા માનવામાં આવે છે. 


FATFનું કામ આતંકવાદને નાણાકિય મદદ બંધ કરવી અને મની લોન્ડરિંગ પર કાબુ મેળવવાનું છે. તેણે પાકિસ્તાનને તેના દેશમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના સંચાલનનું નવેસરથી આકલન કરવા માટે જણાવ્યું છે. 


બાલાકોટ સ્ટ્રાઈક: ભારતનો દાવો એકદમ સાચો, પહેલીવાર પાકિસ્તાને 'આ' સત્ય સ્વીકાર્યું


પુલવામા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન પર જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો પર અંકુશ લગાવાનું પણ મોટું આંતરરાષ્ટ્રીય દબાણ છે. મહેમુદ કુરેશીએ પત્રકારોને જણાવ્યું કે, વિદેશ વિભાગ એ ગણતરી કરી રહ્યું છે કે, જો પાકિસ્તાનને FATFની યાદીમાં નાખવામાં આવે છે તો તેને કેટલું નુકસાન થઈ શકે છે. તેમણે જણાવ્યું કે, ભારત આ માટે લોબિંગ કરી રહ્યું છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...