OMG....પાકિસ્તાન રજૂ કરી શકે છે INDIA નામ પર દાવો? જાણો કઈ રીતે થઈ શકે આવું
INDIA Name: પાકિસ્તાનના સ્થાનિક મીડિયા તરફથી કહેવાયું છે કે જો સંયુક્ત રાષ્ટ્રમાં અધિકૃત રીતે ઈન્ડિયા નામની માન્યતા રદ કરવામાં આવે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. જાણો આખરે આ સમગ્ર મામલો છે શું....
રાજધાનીદિલ્હીમાં આગામી 9 અને 10 સપ્ટેમ્બરે થનારી જી20 બેઠક પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તરફથી વિદેશી મહેમાનોને મોકલવામાં આવેલા ડિનર કાર્ડ અંગે વિવાદ છેડાઈ ગયો છે. હકીકતમાં આ ડિનર કાર્ડમાં પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયાની જગ્યાએ પ્રેસિડેન્ટ ઓફ ભારત નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કાર્ડ સામે આવ્યા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવાનું બિલ લાવી શકે છે. જો ભારતના બંધારણમાંથી ઈન્ડિયા શબ્દ હટાવવામાં આવ્યો તો પાકિસ્તાન તે લઈ લેશે કે શું? પાકિસ્તાન તરફથી ઈન્ડિયાના નામ અંગે અગાઉ પણ દાવા રજૂ થયા હોવાનું કહેવાયુ છે.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા તરફથી કહેવાયું છે કે જો સંયુક્ત રાષ્ટ્રમાં અધિકૃત રીતે ઈન્ડિયા નામની માન્યતા રદ કરવામાં આવે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન લાંબા સમયથી એવો તર્ક આપતું રહ્યું છે કે INDIA સિંધુ ક્ષેત્ર (Indus Region) ને સંદર્ભિત કરે છે. પાકિસ્તાનની નજર હવે ભારતમાં ચાલી રહેલી ચર્ચા પર છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube