નવી દિલ્હી/ઈસ્લામાબાદ: શું પાકિસ્તાનને તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળવાનો છે? મોટો ખજાનો હાથ લાગવાનો છે? આ વાતની ચર્ચા ગુરુવારથી જ જોરશોરથી થઈ રહી છે. કારણ કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સંકેત આપ્યા છે કે પાકિસ્તાન તેલ અને ગેસના વિશાળ ભંડારને શોધવાના કગાર પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાને કહ્યું કે બસ દુઆ કરો કે અમારી આશાઓ અને આકાંક્ષાઓ એક્સોનમોબિલ આધિરીત કન્સોર્ટિયમ દ્વારા કરાઈ રહેલા ઓફશોર ડ્રિલિંગ માટે યોગ્ય સાબિત થાય. તેમણે કહ્યું કે પહેલેથી જ લગભગ ત્રણ સપ્તાહનું મોડું થઈ ગયું છે. પરંતુ જો કંપનીઓ દ્વારા અમને જે સંકેત મળી રહ્યાં છે તે કઈં પણ હોઈ શકે છે. આથી એ વાતની પ્રબળ સંભાવના છે કે આપણે આપણા  પાણીમાં એક ખુબ મોટા રિઝર્વની શોધ કરી શકીએ છીએ. અને જો આમ થશે તો પાકિસ્તાન સંપૂર્ણ રીતે એક અલગ લીગમાં હશે. 


ઈરાક: ટિગરિસ નદીમાં હોડી ડૂબતા 19 બાળકો સહિત 94 લોકોના દર્દનાક મોત


અખબારના સંપાદકો અને અન્ય વરિષ્ઠ પત્રકારોના એક સમૂહ સાથે અનૌપચારિક વાતચીતમાં ઈમરાન ખાને આ ખુલાસો કર્યો. પરંતુ તેમણે અપતટીય ડ્રિલિંગ પ્રક્રિયાની કોઈ ડિટેલ શેર કરી નહીં. આ સાથે જ એક્સોનમોબિલ અને આંતરરાષ્ટ્રીય તેલ સંશોધન કંપની ઈએનઆઈ સાથે કોઈ અધિકૃત નિવેદન પણ આ અંગે શેર કર્યું નથી. જે જાન્યુઆરીથી તેલ માટે એક અલ્ટ્રા ડીપ વેલ (સમુદ્રની અંદર 230 કિમી)ની ડ્રિલિંગમાં સામેલ છે. તેને કેકરા-1 ક્ષેત્ર તરીકે ઓળખાય છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...