પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે લંડનમાં ખુબ શરમિંદગીનો અનુભવ કરવો પડ્યો. લંડનમાં એક કોફી શોપની બહાર પ્રવાસી પાકિસતાનીઓએ તેમને ઘેરી લીધા અને તેમને જોઈને ચોરની, ચોરની બૂમો પાડવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે બ્રિટનમાં રહેતા કેટલાક પ્રવાસી પાકિસ્તાનીઓ મરિયમને ઘેરીને ઊભા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એઆરવાય ન્યૂઝના રિપોર્ટ મુજબ આ પ્રવાસી પાકિસ્તાનીઓ દેશમાં ભયાનક પૂર વચ્ચે તેમના વિદેશ પ્રવાસને લઈને નારાજ હતા અને તેમની ટીકા કરી રહ્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચોરની ચોરનીના નારા લાગ્યા હોવા છતાં મરિયમે તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નહીં અને પોતાના મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહ્યા. પરંતુ પાકિસ્તાન કેબિનેટ મરિયમના સમર્થનમાં ઉતરી પડી છે અને તેને લઈને પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર નિશાન સાધ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube