નવી દિલ્હી: પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OICની બેઠકમાં સુષમાએ પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું-'આતંકને શરણ આપવાનું બંધ કરો'


કુરેશીએ એ મામલે પણ કન્ફ્યુઝન વ્યક્ત કર્યું કે જૈશ એ મોહમ્મદે પુલવામા આતંકી હુમલાની જવાબદારી તરત જ લીધી હતી. તેણે આ મામલે કાયદેસર પ્રેસ રિલિઝ કરી હતી. અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. 


કુરેશીએ કહ્યું કે તેમણે જવાબદારી લીધી નથી. તેમાં એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છે કે જૈશના નેતૃત્વએ આ મામલે કશું કહ્યું નથી. કુરેશીને પૂછવામાં આવ્યું હતું કે આ હુમલા બાદ જેશે પોતે જ જણાવ્યું હતું કે આ હુમલા માટે તે જવાબદાર છે. તો તેના જવાબમાં કુરેશીએ કહ્યું કે તેમણે કોઈ જવાબદારી લીધી નથી. તેમાં વિરોધાભાસની સ્થિતિ છે. 


વિદેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...