ઇસ્લામાબાદઃ પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) ના નેતા શાહબાઝ શરીફ પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બની ગયા છે. સંયુક્ત વિપક્ષ તરફથી શાહબાઝ શરીફને પીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. શાહબાઝ શરીફે દેશના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ લીધા છે. શાહબાઝ શરીફને સીનેટના મેમ્બરે શપથ અપાવ્યા છે. શાહબાઝ શરીફ પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો દેશના 22માં પ્રધાનમંત્રી ઇમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને તે પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ પ્રધાનમંત્રી બની ગયા છે. ઇમરાન ખાને 18 ઓગસ્ટ 2018ના પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદે શપથ લીધા હતા. તેમનો 10 એપ્રિલ 2022 સુધી 1332 દિવસનો કાર્યાકાળ રહ્યો. ઇમરાન ખાન ત્રણ વર્ષ સાત મહિના અને 23 દિવસ સુધી આ પદ પર રહ્યાં હતા.


આ પણ વાંચોઃ સુખ-દુખનું સાથી ચીન, હંમેશા રહેશે દોસ્તી, સત્તામાં આવતા જ ડ્રેગનના વખાણ કરવા લાગ્યા શાહબાઝ


પીએમ મોદીએ શાહબાઝને આપી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા આપી છે. તેમણે ટ્વીટ કરી લખ્યુ કે મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનવા પર શુભેચ્છા. ભારત આતંક મુક્ત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી અમે અમારા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રીત કરી શકીએ અને પોતાના લોકોની ભલાઈ અને સમૃદ્ધિ નક્કી કરી શકીએ. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube