પાકિસ્તાનમાં અલ્પસંખ્યક સમુદાય અસુરક્ષિત, પેશાવરમાં સરદાર સતનામ સિંહની ગોળી મારી હત્યા
ગુરૂવારે યૂનાની પદ્ધતિથી સારવાર કરનાર એક શીખ હકીમની ક્લીનિકમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.
પેશાવરઃ ભારતના અલ્પસંખ્યકો સાથે ખોટી હમદર્દી દેખાડનાર પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાન પોતાના દેશના અલ્પસંખ્યકોના જીવની રક્ષા કરી શકતા નથી. હાલની ઘટના પેશાવરની છે, જ્યાં ગુરૂવારે યૂનાની પદ્ધતિથી સારવાર કરનાર એક શીખ હકીમની ક્લીનિકમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે જણાવ્યુ કે હકીમ સરકાર સતનામ સિંહ પર અજાણ્યા હુમલાખોરોએ ચાર ગોળીઓ ચલાવી, જેથી ઘટનાસ્થળે તેમનું મોત થયુ હતું.
ત્યારબાદ હુમલો કરનાર ફરાર થઈ ગયા હતા. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ નથી. પોલીસ તપાસ કરી રહી છે, જેમાં આતંકવાદી પાસુ પણ સામેલ છે. સતનામ સિંહ પેશાવર શીક સમુદાયનું જાણીતુ નામ હતું અને ચરસાદ્દા રોડ પર ધરમાંદર ફાર્મસી નામના ક્લીનિકનું સંચાલન કરતા હતા. પેશાવરમાં આશરે 15 હજાર શીખ રહે છે, જેમાં મોટાભાગના પ્રાંતીય રાજધાનીની નજીકના જોગન શાહમાં વસેલા છે. અહીં શીખ વેપાર કરે છે, અને કેટલાક ફાર્મસીનું સંચાલન કરે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં પેશાવર નિવાસી ચરણજીત સિંહની પણ આ પ્રકારે હત્યા કરી દેવામાં આવી હતી.
વર્ષ 2016માં પાકિસ્તાન તહરીક એ ઇંસાફના નેશનલ એસેમ્બલીના સભ્ય સોરેન સિંહ તથા વર્ષ 2020માં શહેરના ન્યૂઝ એન્કર રવિંદર સિંહની પણ હત્યા કરવામાં આવી હતી. વર્ષ 2017ની વસ્તી ગણતરી પ્રમાણે હિન્દુ પાકિસ્તાનનો સૌથી મોટા અલ્પસંખ્યક સમુદાય છે, જ્યારે ઈસાઈ બીજા નંબરે આવે છે. શીખ, અહમદી તથા પારસી પણ અલ્પસંખ્યક સમુદાયમાં સામેલ છે.
નિશાના પર છે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યક
ધાર્મિક અલ્પસંખ્યકોએ પોતાના અધિકારોના ક્રૂર દમનનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ન માત્ર તેમના પૂજા સ્થળની બર્બરતા સામેલ છે, પરંતુ તેમના ઘરો પર હુમલો અને સંપત્તિ પર ગેરકાયદેસર કબજાએ બધાને દુખી કર્યા છે. તે નિયમિ રૂપથી વ્યક્તિગત દુશ્મનીથી લઈને વ્યાવસાયી કે આર્થિક વિરોધ સુધી મોટા પાયે હિંસાનો ટાર્ગેટ બની જાય છે. ધાર્મિક લઘુમતીઓ સરકારી કડી વગર ગુનાહિત તત્વો અને ધાર્મિક પ્રેરિત ઉગ્રવાદીઓ માટે સરળ લક્ષ્ય રહે છે. દરમિયાન રાજ્યની નીતિઓનો અંધવિશ્વાસ ન્યાય વ્યવસ્થા અને કાયદાના શાસનને ફરી શરૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube