ઇસ્લામાબાદઃ પાકિસ્તાને ખુદના દેશમાં કોરોના સંકટને છોડી હવે ભારતને મદદ કરવાની રજૂઆત કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરી કહ્યું કે, તે ભારતના વેન્ટિલેટર, ડિજિટલ એક્સરે મશીન અને પીપીઈ કિટ સહિત જરૂરી સામાનોની નિકાસ કરવા માટે તૈયાર છે. આ પહેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ ટ્વીટ કરી ભારતમાં કોરોનાને લઈને એકતા દેખાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકે કહ્યું- અમે જરૂરી સામાન મોકલવા તૈયાર
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમારા તરફતી કોવિડ-19ની હાલની લહેરને ધ્યાનમાં રાખી ભારતના લોકોની સાથે એકતાના ભાવથી કોરોના વિરુદ્ધ જંગમાં ઉપયોગ થનારી કેટલીક ખાસ સામગ્રી મોકલવા માટે તૈયાર છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બન્ને દેશ વૈશ્વિક મહામારીને કારણે ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે ત્વરિત આપૂર્તિ માટે સહયોગની સંભવિત સંભાવનાઓ શોધી શકે છે. 


આ પણ વાંચોઃ એક કે બે નહીં પણ 35 ગર્લફ્રેન્ડ સાથે મજા કરી રહ્યો હતો આ રોમિયો, એક ભૂલે જેલમાં પહોંચાડ્યો


ઇમરાન ખાને ટ્વીટ કરી આપ્યો હતો એકતાનો સંદેશ
ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી દીધો છે. આ વચ્ચે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન (Pak PM imran khna) એ ભારતના લોકો પ્રત્યે પોતાની એકતા પ્રગટ કરી છે. તેમણે કહ્યું કે, બધાએ મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જોઈએ. ઇમરાન ખાને શનિવારે ટ્વીટ કરી કહ્યુ, 'હું ભારતના લોકોની સાથે મારી એકતા વ્યક્ત કરવા ઈચ્છુ છું, તે કોરોનાની ખતરનાક લહેર સામે લડી રહ્યા છે. અમે અમારા પાડોશી અને દુનિયામાં મહામારીથી પીડિત બધાવ લોકો જલદી સાજા થાય તેવી કામના કરીએ છીએ. તેમણે આગળ કહ્યુ કે, આપણે મળીને આ વૈશ્વિક પડકાર સામે લડવુ જોઈએ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube