ઈસ્લામાબાદ: પાકિસ્તાનના એક પૂર્વ જજ સિકંદર હયાદ એકદમ ચોંકી ગયા. શનિવારે તેમને માલુમ પડ્યું કે તેમના નામ પર 2200 કાર રજિસ્ટર્ડ છે. જો કે હયાતના વકીલ મિયાં જફરે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેમના અસીલે ફક્ત એક જ કાર ખરીદી છે. પાકિસ્તાનના અખબાર ડોનમાં પ્રકાશિત અહેવાલમાં આ વાત જણાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલ મુજબ ઝફરે કહ્યું કે મારા અસીલના નામ પર 2224 કારો રજિસ્ટર્ડ જોવા મળી. પૂર્વ જજ હયાતના વકીલે વધુમાં કહ્યું કે થોડા દિવસ પહેલા પૂર્વ જજને એક કારનું ચલણ મળ્યું. જે કાર તેમણે ખરીદી પણ નહતી. પંજાબ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ વાતની જાણકારી અપાયા બાદ જે સામે આવ્યું તે અત્યંત ચોંકાવનારું  હતું. પૂર્વ જજ 2224 વાહનોના રજિસ્ટર્ડ માલિક હતાં. 


https://sth.india.com/hindi/sites/default/files/Cars_0.jpg


ત્યારબાદ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પંજાબ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના સચિવ અને ડાઈરેક્ટરને આ મામલે એક રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. કોર્ટે એક સપ્તાહની અંદર રિપોર્ટ માંગ્યો છે.