ગળા સુધી દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ ખુબ જ ખરાબ છે. પાકિસ્તાનમાં લોકો પાઈ પાઈ માટે મોહતાજ થઈ ગયા છે. આકાશને આંબી રહેલી મોંઘવારીમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે આથી સરકાર તરફથી મફતમાં લોટ વહેંચણીનું અભિયાન ચાલી રહ્યું છે. પરંતુ સ્થિતિ એવી છે કે લોકો લોટ વહેંચનારી ટ્રકો પર હુમલો કરી રહ્યા છે. પેશાવરના હજારી ખવાની વિસ્તામાં મફત સરકારી લોટના ટ્રક પર નાગરિકોએ હુમલો કર્યો, આ સ્થિતિમાં પોલીસ અને જિલ્લા પ્રશાસન પણ લાચાર જોવા મળ્યું. બીજી બાજુ ખૈબર પખ્તુનખ્વા સરકારે મફત લોટ વહેંચવા મામલે પેશાવરમાં અનેક ટ્રકોને ફાળવી પરંતુ અહીં ભાગદોડ અને લોકો વચ્ચે અફરાતફરી જોવા મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની મીડિયાના જણાવ્યાં મુજબ લોટ વહેંચવા માટે હજાર ખવાની પાર્ક અને હયાતાબાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સેન્ટર અલોટ કરાયા હતા. પરંતુ લોકોની ભીડે આ વ્યવસ્થાને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખી. આ મામલે ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ નદીમ અસલમ ચૌધરીએ નવા લોટ વિટરણ સેન્ટરની મુલાકાત લીધી પરંતુ ત્યાં પણ સ્થિતિ કઈંક આવી જ જોવા મળી. 


બધુ મોંધુ
પાકિસ્તાનની સરકાર હાલ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહી છે. આઈએમએફ પાસેથી હજુ સુધી લોન મળી શકી નથી. બીજી બાજુ શાહબાજ સરકાર લોકો પર કરનો ભારે બોજ નાખી રહી છે. આ સિવાય મોંઘવારીએ પણ લોકોની કમર તોડી નાખી છે. રાશનથી લઈને ફળો સુધીની કિંમત આકાશને આંબી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube