જીવન રક્ષક દવાની અછત બાદ ભારત સામે નમ્યુ પાકિસ્તાન, લીધો આ મોટો નિર્ણય
કાશ્મીરમાંથી કલમ 37૦ પાછી ખેંચ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના વ્યાપારિક સંબંધોને બગાડ્યા છે, પરંતુ હવે તે જીવન રક્ષક દવાઓના અભાવને કારણે ભારત સમક્ષ દલીલ કરવાની સ્થિતિમાં છે
ઇસ્લામાબાદ: કાશ્મીરમાંથી કલમ 37૦ પાછી ખેંચ્યા બાદ પાકિસ્તાને ભારત સાથેના વ્યાપારિક સંબંધોને બગાડ્યા છે, પરંતુ હવે તે જીવન રક્ષક દવાઓના અભાવને કારણે ભારત સમક્ષ દલીલ કરવાની સ્થિતિમાં છે. આ માટે તેમણે નવી દિલ્હી સાથે દ્વિપક્ષીય તણાવ વચ્ચે અહીંથી દર્દીઓને રાહત માટે ભારતથી જીવનરક્ષક દવાઓની આયાતની મંજૂરી આપી છે.
એટલે કે તેઓ ભારત પાસેથી જીવન રક્ષક દવાઓ ઇચ્છ છે. પાકિસ્તાનની સંઘીય સરકારે સોમવારે આ નિર્ણય લીધો છે.
આ પણ નાંચો:- પાકિસ્તાનનાં 'જ્ઞાની' મંત્રીએ કહ્યું અમારી પાસે 250 ગ્રામના પરમાણુ બોમ્બ પણ છે !
પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયે ભારતથી દવાઓના આયત અને નિકાસની પરવાનગી આપ અને આ સંબંધમાં એક વૈધાનિક નિયમનકારી આદેશ જારી કરાયો છે. ગત મહિને પાકિસ્તાને પાડોશી દેશ ભારતની સાથે દ્વિપશ્રીય વ્યાપરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેમણે ભારત સરકાર દ્વારા કાશમીરથી આર્ટિકલ 370 હટવી રાજ્યને વિશેષ દરરજો પરત લેવામાં આવેલા નિર્ણય બાદ લીધો હતો.
જુઓ Live TV:-