Pakistan માં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અચાનક તોતિંગ વધારો, ઈમરાન ખાને ભારતનો ઉલ્લેખ કરી સરકાર પર સાધ્યું નિશાન
Pakistan News: એકબાજુ જ્યાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં ત્યાંના નાગરિકો મોંઘવારીનો માર પણ ઝેલી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક તોતિંગ વધારો કરી દેવાતા નાગરિકો હેરાન પરેશાન થયા છે.
Pakistan News: એકબાજુ જ્યાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યાં ત્યાંના નાગરિકો મોંઘવારીનો માર પણ ઝેલી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક તોતિંગ વધારો કરી દેવાતા નાગરિકો હેરાન પરેશાન થયા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને આ મુદ્દે ભારતના વખાણ કરી પાક સરકાર પર નિશાન સાધ્યું છે.
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાતોરાત 30 રૂપિયાનો વધારો કરાયો છે. પૂર્વ પીએમ ઈમરાન ખાને ટ્વીટ કરીને આ વધારાને વખોડ્યો અને કહ્યું કે આ અસંવેદનશીલ સરકારે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ પાર્ટી દ્વારા રશિયા સાથે જે 30 ટકા સસ્તા તેલની ડીલ કરી હતી તેને આગળ વધારી નહીં. એટલું જ નહીં આ મુદ્દે ભારતના વખાણ કરતા કહ્યું કે અમેરિકાનો વ્યૂહાત્મક ભાગીદાર એવું ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને ઈંધણના ભાવમાં 25 રૂપિયા (પાકિસ્તાની રૂપિયો) પ્રતિ લીટર ઘટાડો કરવામાં સફળ રહ્યું.
સહમતિ વગર જે પણ યૌન સંબંધ બનશે તે બધાને રેપ ગણવામાં આવશે, નીચલા ગૃહમાં બિલ પાસ
બે મોડલે રસ્તા પર કરી બાથંબાથી, એકબીજાના વાળ ખેંચ્યા, લાતો મારી, કપડાં પણ ફાડી નાખ્યા
Viral Video: શ્વાન જેવા દેખાવવા માટે આ વ્યક્તિએ ખર્ચ કર્યા 12 લાખ રૂપિયા!, વીડિયો જોઈને અચંબિત થશો
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube