નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલનો ભાવ આકાશે આંબી ગયો છે. આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં વળી પાછા પેટ્રોલના ભાવમાં કમરતોડ વધારો કરાયો છે. પ્રતિ લીટર 24 રૂપિયા ભાવ વધારો થતા પેટ્રોલનો ભાવ 233.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની સરકારે બુધવારે જાહેરાત કરતા કહ્યું કે પેટ્રોલના ભાવમાં 24 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. પાકિસ્તાનમાં છેલ્લા 20 દિવસની અંદર પેટ્રોલના ભાવ ત્રીજી વખત વધ્યા છે. પાકિસ્તાનના નાણામંત્રીએ ઈસ્લામાબાદમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે નવા ભાવ 15 જૂન મધરાતથી જ લાગૂ થઈ જશે. 


હવે પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ 24.03 રૂપિયા વધીને 233.89 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. જ્યારે ડીઝલના ભાવમાં 16.31 રૂપિયાનો વધારો થયા બાદ 263.31 રૂપિયા પ્રતિ લીટર ભાવ થયો. આ બધા વચ્ચે કેરોસિનનો ભાવ 29.49 રૂપિયા વધીને 211.43 રૂપિયા થશે અને લાઈટ ડીઝલનો ભાવ 29.16 રૂપિયા વધ્યા બાદ 207.47 રૂપિયા થશે. નાણામંત્રી ઈસ્માઈલે કહ્યું કે સરકાર પાસે આંતરરાષ્ટ્રીય કિંમતોના કારણે પડતો બોજો પાકિસ્તાનમાં ગ્રાહકો પર નાખ્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 


અત્રે જણાવવાનું કે પાકિસ્તાન સરકારે છેલ્લા 20 દિવસમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 84 રૂપિયા જેટલો વધારો કર્યો છે. પેટ્રોલિયમ ઉત્પાદોના ભાવમાં વધુ એકવાર વધારો કરવાના કારણો જણાવતા મંત્રીએ કહ્યું કે પેટ્રોલની આંતરરાષ્ટ્રીય કિંમત 120 ડોલર પ્રતિ બેરલ હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 'આપણે દેશ હાલ પેટ્રોલમાં 24.03 રૂપિયા, ડીઝલમાં 59.16 રૂપિયા, કેરોસિનમાં 29.49 રૂપિયા અને લાઈટ ડીઝલ ઓઈલમાં 29.16 રૂપિયાનું નુકસાન ઝેલી રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલની સબસિડી પર 120 અબજ રૂપિયા ખર્ચી રહી છે. વધુમાં કહ્યું કે હું 30 વર્ષથી દેશની હાલત જોઈ રહ્યો છું પરંતુ મોંઘવારી મુદ્દે આવી સ્થિતિ મે ક્યારેય જોઈ નથી.' 


સેક્સના કારણે ફેલાઈ રહ્યો છે આ વાયરસ? સંક્રમિતોની ભાળ મેળવવી પણ મુશ્કેલ, તજજ્ઞોએ ચેતવ્યા


Sleep Cycle: ફેફસાના દર્દીઓ ખાસ વાંચે...સ્મોકિંગ કરતા પણ વધુ ખતરનાક છે આ રીતની ઊંઘ


Viral News: આ દેશમાં સોના કરતા પણ મોંઘા વેચાય છે કોન્ડોમ, એક પેકેટનો ભાવ જાણી ચોંકી જશો


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube