નવી દિલ્હી: પાકિસ્તાન પણ 2022 સુધીમાં પોતાના કોઈ નાગરિકને અંતરિક્ષમાં મોકલશે. જો તમને વિશ્વાસ ન આવતો હોય તો પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીની ટ્વીટ જોઈ લો. તેમણે કહ્યું કે આ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેમણે પાકિસ્તાનની સિલેક્શન પ્રોસેસની પણ જાહેરાત કરી દીધી. પાકિસ્તાની મંત્રીએ ટ્વીટમાં લખ્યું કે 'અંતરિક્ષમાં મોકલવવામાં આવનારા પહેલા પાકિસ્તાની માટેની સિલેક્શન પ્રોસેસની જાહેરાત કરતા ગર્વ થાય છે. આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2020થી શરૂ થશે અને 50 લોકોની પસંદગી કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પાકિસ્તાનને તેના ઘરમાં જ આ અંગે ટ્રોલ કરાઈ રહ્યું છે. પાકિસ્તાનીઓ  પોતે પોતાના મંત્રીની આ જાહેરાતને ગંભીરતાથી લઈ રહ્યાં નથી. મીર મોહમ્મદ અલી  ખાને ટ્વીટ કરીને લખ્યું કે હું કેટલાક લોકોને નોમિનેટ કરવા માંગુ છું. પરંતુ તમારે મને વચન આપવું પડશે કે તેમને પાછા લાવવામાં આવશે નહીં. 


મોહમ્મદ આસિફે લખ્યું કે સર હું તમને સાધારણ સવાલ કરવા માંગુ છું. જો આપણે  ચીનની મદદ વગર આપણા માટે પરમાણુ બોમ્બ બનાવી શકતા હોઈએ તો તેમની સહાયતા વગર અંતરિક્ષમાં કેમ ન જઈ શકીએ? આપણે આત્મનિર્ભર થવું પડશે. નહીં તો દરેક વસ્તુ માટે ચીન પર નિર્ભર રહેવું પડશે. આ બાજુ નાવેદ અહેમદ બાજવાએ લખ્યું કે શું કોઈ આ મુરખને આ પ્રકારની મજાક કરતા રોકશે? તેમના પિતાજી બેલેન્સ ઓફ પેમેન્ટના મુદ્દાને પહોંચી વળવા માટે પૈસા ભેગા કરે છે. આ માટે પૈસા ક્યાંથી આવશે? જો પૈસા આવી પણ જાત તો પહેલા 50 લાખ ઘર અને એક કરોડ નોકરીઓની વ્યવસ્થા કરવી પડશે ને?


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...