Donald Lu: આ અમેરિકન ડિપ્લોમેટ પર ઈમરાન ખાને લગાવ્યો છે સરકાર પાડવાનો આરોપ, જાણો તેમના વિશે
Pakistan PM and US diplomat Donald Lu: પાકિસ્તાનના રાજકારણમાં હાલ એક વ્યક્તિએ રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વ્યક્તિ એક અમેરિકન ડિપ્લોમેટ છે. જેમનું નામ થે ડોનાલ્ડ લૂ. હવે તમે પણ એવો સવાલ થશે કે આખરે આ ડોનાલ્ડ લૂ છે કોણ? આટલો હોબાળો કેમ મચી ગયો છે તેમને લઈને?
Pakistan PM and US diplomat Donald Lu: પાકિસ્તાનના રાજકારણમાં હાલ એક વ્યક્તિએ રાજકીય ભૂકંપ સર્જી નાખ્યો છે. આ વ્યક્તિ એક અમેરિકન ડિપ્લોમેટ છે. જેમનું નામ થે ડોનાલ્ડ લૂ. હવે તમે પણ એવો સવાલ થશે કે આખરે આ ડોનાલ્ડ લૂ છે કોણ? આટલો હોબાળો કેમ મચી ગયો છે તેમને લઈને? કારણ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પોતાની સરકાર પાડવા માટે તેમના પર ષડયંત્રનો આરોપ લગાવ્યો છે.
ડોનાલ્ડ લૂ સાઉથ અને આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર છે. એટલે કે તેમના માથે દક્ષિણ એશિયા અને સેન્ટ્રલ એશિયાઈ દેશોમાં અમેરિકી નીતિઓ, અમેરિકી એજન્ડાને લાગૂ કરવાની જવાબદારી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને એમ કહીને હડકંપ મચાવી દીધો હતો કે અમેરિકાના એક ડિપ્લોમેટ તેમની સરકાર પાડવાની કોશિશમાં સામેલ હતા. તેમણે દાવો કર્યો કે તેમની પાસે આ અંગે પુરાવા પણ છે.
Pakistan: ઈમરાન ખાનની સરકાર જતાની સાથે જ બુશરાબીબીની આ ખાસ સહેલીએ છોડ્યું પાકિસ્તાન!, જાણો કેમ
કૂટનીતિમાં 30 વર્ષનો છે અનુભવ
ઈમરાન કાનના આ આરોપો જોતા સ્વાભાવિકપણે ડોનાલ્ડ લૂના વ્યક્તિત્વ, તેમની પ્રોફાઈલ અને તેમનું કામ કેટલું મહત્વનું હશે તે જણાય છે. અમેરિકી પ્રશાસન મુજબ ડોનાલ્ડ લૂ 15 સપ્ટેમ્બર 2021ના રોજ દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલાઓના બ્યૂરો માટે આસિસ્ટન્ટ સેક્રેટરી બન્યા હતા. આ જવાબદારી અગાઉ લૂએ 2018થી 2021 સુધી કિર્ગીસ્તાનમાં અમેરિકી રાજદૂત, 2015થી 2018 સુધી અલ્બાનિયા ગણરાજ્યમાં અમેરિકી રાજદૂત તરીકે જવાબદારી નિભાવી હતી. ડોનાલ્ડ લૂ અમેરિકામાં વિદેશ સેવા વિભાગના અધિકારી છે. તેમની પાસે અમેરિકી સરકારમાં 30 વર્ષ કરતા વધુ સમય કામ કરવાનો અનુભવ છે.
ડોનાલ્ડ લૂએ ભારતમાં પણ લાંબી કૂટનીતિક ઈનિંગ રમી છે. વર્ષ 2010થી 2013 દરમિયાન ભારતમાં અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રહી ચૂક્યા છે. 2009થી 2010 વચ્ચે તેઓ ભારતમાં અમેરિકાના Chargé d’Affaires પણ રહી ચૂક્યા છે. પોતાની કરિયરના શરૂઆતના દિવસોમાં ડોનાલ્ડ લૂ મધ્ય એશિયાઈ અને દક્ષિણ કાકેશસ મામલાઓમાં ઓફિસમાં ડેપ્યુટી ડાયરેક્ટર રહ્યા હતા. ત્યાં તેમણે 2001થી 2003 વચ્ચે કામ કર્યું હતું. ડોનાલ્ડ લૂએ ભારત-પાકિસ્તાનના રાજકારણને સમજવા માટે ઘણો સમય આપ્યો. 1997થી 2000 વચ્ચે તેઓ નવી દિલ્હીમાં અમેરિકાના પોલિટિકલ ઓફિસર હતા.
ત્યારબાદ 1996-97માં તેઓ ભારતમાં અમેરિકી રાજદૂતના સ્પેશિયલ આસિસ્ટન્ટ રહ્યા. ડોનાલ્ડ લૂ 1992થી 94 વચ્ચે પાકિસ્તાનના પેશાવરમાં પોલિટિકલ ઓફિસર હતા. આ રીતે તેમને ભારત-પાકિસ્તાનના ડાયનામિક્સની પૂરેપૂરી જાણકારી છે.
આસિસ્ટન્ટ સેક્રેટરી ડોનાલ્ડ લૂ કેલિફોર્નિયાના હંટિંગટન બીચના છે. તેમણે પ્રિન્સટન યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં માસ્ટર અને સ્નાતક કર્યું છે. તેઓ અંગ્રેજી ઉપરાંત અલ્બાનિયાઈ, રશિયન, જ્યોર્જિયાઈ, અઝરબૈજાની, ઉર્દૂ, હિન્દુ અને પશ્ચિમ આફ્રિકી ક્રિયો ભાષાના જાણકાર છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube