વોશિંગ્ટન: ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર અમેરિકાના પ્રવાસે છે. અમેરિકા પહોંચ્યા ત્યારે ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ મોટા સ્ટેટ ઓફિસર હાજર રહ્યાં નહતાં. જેના કારણે ટ્વીટર પર વિરોધીઓ ખુબ ટ્રોલ કરી રહ્યાં છે. જો કે અમેરિકા માટે ઈમરાન ખાને કતાર એરવેઝની સામાન્ય કમર્શિયલ ફ્લાઈટ લીધી અને તેઓ 3 દિવસના આ પ્રવાસમાં અમેરિકામાં પાકિસ્તાનના રાજનયિક આવાસ પર જ રોકાશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી અને પીએમ ઈમરાન ખાને મેટ્રોમાં બેસીને હોટલ જવું પડ્યું. ઈમરાન ખાનના સ્વાગત માટે કોઈ જ અધિકારી એરપોર્ટ ન પહોંચ્યા તે ચર્ચાનો વિષય બની ગયો છે. 


ઈમરાન ખાનનો અમેરિકા પહોંચવાનો વીડિયો પીટીઆઈના અધિકૃત ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો. જેના પર અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી. કેટલાક તેને વડાપ્રધાન સાથે  ખરાબ વર્તન ગણાવ્યું તો કેટલાકે તેના પર વર્લ્ડ કપ હારનો બદલો કહી કટાક્ષ કર્યો. પીટીઆઈ તરફથી શેર કરાયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ખાન કોઈ સામાન્ય વ્યક્તિની જેમ જ ફ્લાઈટમાંથી બહાર નીકળી રહ્યાં છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...