ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન હવે એ સત્ય સ્વીકારવા લાગ્યા છે કે ભારત તેમના કરતા ખુબ આગળ છે. આ જ કારણ છે કે ટૂંકા ગાળામાં તેમણે બીજીવાર ભારતના પેટછૂટા વખાણ કર્યા છે. પાકિસ્તાન-ચીન બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટ ફોરમના ઉદ્ધાટન સમારોહમાં ઈમરાન ખાને ભારતના આઈટી સેક્ટરના જાહેર મંચથી વખાણ કર્યા. તેમણે કહ્યું કે હિન્દુસ્તાન તેમા વીસ વર્ષ પહેલા ક્યાં હતું અને આજે તેનું એક્સપોર્ટ જુઓ અને આપણને જુઓ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા પણ કર્યા હતા વખાણ
આ અગાઉ પણ ઈમરાન ખાને 27 ડિસેમ્બરે લાહોરમાં સ્પેશિયલ ટેક્નોલોજી ઝોન 'ટેક્નોપોલીસ' ના ઉદ્ધાટન સમારોહમાં પણ કહ્યું હતું કે તેમનો દેશ આઈટી સેક્ટરમાં ભારતથી ઘણો પાછળ છે. આ કાર્યક્રમમાં તેમણે ભારતના આઈટી સેક્ટરના ખુબ વખાણ કર્યા હતા. બીબીસીના રિપોર્ટ મુજબ પાકિસ્તાનના પીએમએ કહ્યું કે 'આ ખુબ જ ખાસ તક છે કે આપણે ચીન બિઝનેસ ફોરમ પર ભેગા થયા છીએ અને આ એટલા માટે ખાસ છે કારણ કે તેનાથી સરકારને ફીડબેક મળે છે. વેપાર અને રોકાણની દિશામાં કયા પ્રકારની મુશ્કેલીઓ આવે છે અને કયા પ્રકારની સુવિધા હોવી જોઈએ તે સમજવામાં મદદ માટે આ ફોરમ ખુબ મહત્વનું છે.'


સમય ઓછો કરવા પર ભાર
ઈમરાન ખાને કહ્યું કે વીતેલા ત્રણ વર્ષમાં એક ફીડબેક મને સતત મળી રહ્યો છે. તે છે આપણે ચાઈનીઝ ઈન્ડસ્ટ્રીને આપણા દેશમાં આવવા માટે ઈન્સેટિવ સુદ્ધા આપીએ છીએ પણ આમ છતાં રોકાણ માટે જે સમય લાગે છે એટલે કે એગ્રીમેન્ટથી લઈને ઈમ્પ્લિમેન્ટ સુધીનો સમય તે ખુબ વધુ છે. આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ રોકાણકાર માટે સમય વહી રહ્યોછે તો તે તેના માટે યોગ્ય રોકાણ નથી. તેમણે કહ્યું કે સરકારની પૂરેપૂરી કોશિશ છે કે જેના કારણે આ સમય લાગે છે તે અડચણોને દૂર કરવામાં આવે અને અમે સતત તે દિશામાં કામ પણ કરી રહ્યા છીએ. 


આ દેશમાં કોરોનાના રોજના 2 લાખથી વધુ કેસ પણ આમ છતાં PM એ Lockdown ની ના પાડી


શાકભાજી વેચીને દેશ આગળ વધશે?
ખાને વધુમાં કહ્યું કે એ સમજવા જેવી વાત છે કે દેશની સંપત્તિ ત્યાં સુધી ન વધી શકે જ્યાં સુધી તેનું ઔદ્યોગિકરણ ન થાય. નાના નાના દેશોની નિકાસ ક્યાંથી ક્યા પહોંચી ગઈ છે પરંતુ આપણે ઠેરના ઠેર છીએ તે ખુબ તકલીફ આપનારું છે. નિકાસ ન કરનારો દેશ કેવી રીતે આગળ વધી શકે? જ્યાં સુધી આપણે દુનિયાને ચીજો વેચીશું નહીં ત્યાં સુધી આપણે આગળ કેવી રીતે વધી શકીશું? હાલ આપણે શાકભાજી, ડુંગળી વગેરે વેચી રહ્યા છીએ તેનાથી તો દેશ આગળ નહીં વધે.


Pakistan ના PM ઈમરાન ખાનના મતે આ છે મુસ્લિમ જગતની બે સૌથી મોટી ખામી


ગત સરકારો પર સાધ્યું નિશાન
ઈમરાન ખાને ભારતના વખાણ કરતા કહ્યું કે જે નવી ટેક્નોલોજીકલ રેવોલ્યુશન છે, આઈટીનું, હિન્દુસ્તાન તેમાં વીસ વર્ષ પહેલા ક્યાં હતું અને આજે તેની નિકાસ જુઓ અને આજે આપણને જુઓ. ગત સરકારો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આપણી પાસે યુવા છે અને આપણી પાસે આટલી ક્ષમતા છે પરંતુ તેના પર ક્યારેય ધ્યાન અપાયું નથી. ખાને નિકાસને વધારવા માટે ચીન અને તુર્કીની મિસાલ આપતા કહ્યું કે આ દેશોએ ખુબ જ પ્લાન કરીને પોતાની નિકાસ વધારી છે. 


Omicron બાદ કોરોનાનો વધુ એક વેરિએન્ટ મળી આવ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ


ચીનના પણ કર્યા વખાણ
ચીન વિશે ઈમરાન ખાને કહ્યું કે આપણા માટે એક ખુબ મોટા ફાયદાની વાત છે કે  દુનિયાની સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થવ્યવસ્થાવાળો દેશ આપણો પાડોશી છે. આપણી 70 વર્ષ જૂની તેમની સાથે મિત્રતા છે અને સૌથી મોટી વાત એ છે કે તે દરેક પ્રકારના સહયોગ માટે તૈયાર છે. ખાને ગત સરકારો પર કટાક્ષ કરતા કહ્યું કે આપણી સમસ્યા જ એ રહી છે કે આપણે  ક્યારેય તૈયાર ન રહ્યા. પોતાના સંબોધનમાં પાકિસ્તાની પીએમએ પોતાની સરકાર અને તેની કોશિશોના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે જ્યારે આપણી સરકારનો કાર્યકાળ શરૂ થયો તો સૌથી પહેલા અમે જૂના મુદ્દાઓનો ઉકેલ લાવવા અને સ્થિરતા લાવવાની કોશિશ કરી. ત્યારબાદ ધીરે ધીરે ચીજોને સારી બનાવવાની દિશામાં કામ કર્યું. તેમણે કહ્યું કે આવનારા સમયમાં ચીનના પ્રવાસની પણ યોજના છે જો કે તેમણે કોઈ નિર્ધારિત તારીખ જણાવી નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube