ઈસ્લામાબાદ: વિપક્ષના 'બાઉન્સર'ને સ્ટેડિયમ બહાર તો પહોંચાડી દીધો પણ ઈમરાન ખાન પોતાની 'વિકેટ' બચાવવામાં નિષ્ફળ રહ્યા. તેમણે પ્રધાનમંત્રીની ખુરશી છોડવી પડી અને આ સાથે જ તેમની નીકટના લોકોમાં જાણે દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમને એવું લાગે છે કે હવે તેમને ટાર્ગેટ કરવામાં આવશે. આ બધા વચ્ચે એક એવા સમાચાર આવ્યા છે કે ઈમરાન ખાનના પત્ની બુશરા બીબીની બહેનપણી પાકિસ્તાનથી છોડીને દુબઈ ભાગી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ બુશરાબીબીની ખાસમખાસ સહેલી ફરાહ ખાન દુબઈ ભાગી ગઈ છે. કારણ કે ફરાહ ખાન પર વિપક્ષી પાર્ટીઓ સતત ભ્રષ્ટાચારનો આરોપ લગાવતી આવી છે. આમ તો ફરાહ એકલી નથી જેને કાર્યવાહીનો ડર છે. રિપોર્ટ્સ છે કે તેમની સાથે સાથે ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન  તહરીક-એ-ઈન્સાફ (PTI) ના અનેક અન્ય નેતાઓ પણ આ દહેશતના પગલે વિદેશ ભાગી રહ્યા છે. કહેવાય કે ફરાહનો પતિ દુબઈ રહે છે એટલે તે ત્યાં જતી રહી. 


Sri Lanka Crisis: આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકાના તમામ મંત્રીઓના રાજીનામા, PM ના પુત્રએ પણ મંત્રીપદ છોડ્યું


ન્યૂઝ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો જરદારી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના નેતા મરિયમ નવાઝે અનેકવાર ફરાહ ખાન પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો પર ઈમરાન ખાનના સહયોગી શહબાઝ ગિલે જવાબ આપતા કહ્યું હતું કે વિપક્ષને બુશરા વિરુદ્ધ કોઈ પુરાવા ન મળ્યા તો તેમણે તેમના મિત્રોને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધુ. તેમણે કહ્યું હતું કે ફરાહ પાસે ન તો કોઈ સરકારી પદ છે કે ન તો તે પીટીઆઈની સભ્ય છે. 


અત્રે જણાવવાનું કે રવિવારે પાકિસ્તાનની સંસદમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના ડેપ્યુટી સ્પિકરે વિપક્ષ દ્વારા ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ફગાવી દીધો. આ સાથે જ તેમણે નેશનલ એસેમ્બલીને પણ  ભંગ કરી. હવે પાકિસ્તાનમાં ત્રણ મહિનામાં ફરીથી ચૂંટણી થશે. સ્પીકરના આ નિર્ણયને લઈને દેશમાં હાહાકાર મચ્યો છે. એક્સપર્ટ્સે આ પગલાંને ગેરબંધારણીય ગણાવ્યું છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube