પાકથી આવી પીએમ મોદીની જીત પર શુભેચ્છા, ઇમરાન ખાન બોલ્યા- તમારી સાથે મળીને કામ કરવા ઈચ્છી છીએ
ઇમરાન ખાને ટ્વીટ કહ્યું, હું ભાજપ અને સહયોગિઓની ચૂંટણી જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા ઈચ્છું છું.
નવી દિલ્હી/ઇસ્લામાબાદઃ લોકસભા ચૂંટણીમાં સતત બીજીવાર 'પ્રચંડ મોદી લહેર' પર સવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રેકોર્ડ સીટોની સાથે કેન્દ્રની સત્તા પર બેસવા જઈ રહી છે. આ પ્રચંડ જીત પર પાકિસ્તાન તરફતી પણ પ્રતિક્રિયા આવી છે. પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુભેચ્છા આપી છે. આ સાથે તેમણે દક્ષિણ એસિયામાં શાંતિ અને પ્રગતિ માટે પીએમ મોદી સાથે મળીને કામ કરવા માટે પ્રતિદ્ઘતા વ્યક્ત કરી છે.
ઇમરાન ખાને ટ્વીટ કર્યું, 'હું ભાજપ અને સહયોગીઓની ચૂંટણી જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપું છું. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે કામ કરવા માટે તત્પર છે.'
ઇમરાન પહેલા ભારતના પાડોસી દેશ ચીન તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા સંદેશ આપ્યો હતો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વડાપ્રધાન મોદીને શુભેચ્છા આપતા કહ્યું કે, એકવાર ફરી ભારતીય નેતાની સાથે કામ કરવા તૈયાર છે. શીએ કહ્યું કે, તે ચીન-ભારત સંબંધને ખુબ મહત્વ આપે છે અને તેને નવી ઉંચાઈઓ પર લઈ જવા ઈચ્છે છે. શીએ એક પત્રમાં મોદીને કહ્યું, તમારા (મોદી) નેતૃત્વમાં ભારતમાં રાષ્ટ્રીય ડેમોક્રિટિક એલાયન્સે 17મી લોકસભા ચૂંટણી જીતવાના અવસર પર, હું તમને શુભેચ્છા આપવા ઈચ્છીશ.
તો ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુરૂવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. નેતન્યાહૂએ પોતાની મહાન દોસ્તી અને સંબંધોને મજબૂત કરવાના કમસ ખાધા હતા. તેમણે હિબ્રૂ ભાષામાં ટ્વીટ કરી કહ્યું, ચૂંટણીમાં શાનાદર જીત મેળવવા માટે મારા મિત્ર નરેન્દ્ર મોદીને હાર્દિક શુભેચ્છા.
તો બીજી તરફ શુભેચ્છા સંદેશ શ્રીલંકા તરફથી આવ્યો. શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ ગુરૂવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. વિક્રમસિંઘેએ ટ્વીટ કર્યું, શાનદાર જીત પર શુભેચ્છા મોદી. અમે તમારી સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છીએ.