સેનાની ચિંતા કર્યા વગર આ શું બોલ્યા ઇમરાન? ભારતની રસિયન તેલ ખરીદવા પર કહીં આ વાત
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતની પ્રશંસા કરી છે. તેમણે સતત બીજી વખત ભારતીય વિદેશ નીતિની પ્રશંસા કરી. જો કે, ઇમરાનનો આ અંદાજ વિપક્ષને પસંદ આવ્યો નથી અને બિલાવલ ભુટ્ટોએ તેમના પર નિશાન સાધ્યું છે.
ઇસ્લામાબાદ: મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફરી એકવાર ભારતની પ્રશંસા કરી છે. વિપક્ષ અને સેનાના વિરોધની ચિંતા કર્યા વગર તેમણે ભારતની વિદેશ નીતિની પ્રશંસા કરી છે. તમને જણાવી દઈએ કે વિપક્ષ ઇમરાન સરકાર વિરૂધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે, સરકાર તૂટવાની નક્કી છે.
ઇમરાને બીજી વખત કર્યા વખાણ
ઇમરાન ખાને શુક્રવારના કહ્યું, હું હિન્દુસ્તાનને દાદ આપીશ કે તેમની વિદેશ નીતિ હંમેશા સ્વતંત્ર રહી છે અને પોતાના લોકો માટે રહી છે. તે પોતાની વિદેશ નીતિની રક્ષા કરે છે. આ વર્તમાન સ્થિતિમાં બીજી વખત ઇમરાન ખાને ભારતના વખાણ કર્યા છે. આ પહેલા ઇમરાને એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ભારતની વિદેશ નીતિ ત્યાંના લોકો માટે છે.
PM મોદીએ નેપાલમાં લોન્ચ કરી RuPay, બંને દેશ વચ્ચે મહત્વના મુદ્દા પર સમજૂતી
'હું ભારતને સલામ કરું છું'
પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભારતના વખાણ કરતા કહ્યું હતું કે, હું આજે ભારતને સલામ કરું છું. તેમણે હંમેશા એક આઝાદ વિદેશ નીતિનું પાલન કર્યું છે. આજે ભારતનું અમેરિકા સાથે ક્વાડમાં ગઠબંધન છે અને રશિયાથી તેલ પણ ખરીદી રહ્યું છે, જ્યારે પ્રતિબંધ લાગેલા છે. જો કે, વિપક્ષને ઇમરાન ખાનની આ રીતે ભારતની પ્રશંસા કરવાનું પસંદ આવ્યું નથી. પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટો આ મુદ્દાને લઇને PM પર નિશાન સાધી રહ્યા છે. તેમણે આ પણ કહ્યું કે, ઇમરાન ખાન તેમની ખુરશી બચાવવા માટે દેશમાં રાષ્ટ્રીય સુરક્ષા, બંધારણીય અને રાજકીય કટોકટી સર્જવા પર તત્પર છે.
Real Story Of KGF: ક્યારેક સોનાની ખાણ કહેવાતું આજે ખંડેર, ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જાણો રિયલ KGF નો ઇતિહાસ
આવતી કાલે થશે ઇમરાનની અગ્નિ પરીક્ષા
ઇમરાન ખાનને વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો છે. જેના પર વોટિંગ રવિવારના થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, ઇમરાન સરકાર બહુમત ગુમાવી ચુકી છે. કેમ કે, તેમના પોતાના કેટલાક સાંસદ વિપક્ષના પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે. ગુરુવારના વિલંબ બાદ શરૂ થયેલું નેશનલ એસેમ્બલીનું સત્ર માત્ર 13 મિનિટમાં જ પૂર્ણ થઈ ગયું હતું. સત્ર શરૂ થતા જ વિપક્ષે ગો- ઇમરાન- ગો ના નારા લગાવ્યા અને વોટિંગની માંગ કરી પરંતુ ડેપ્યુટી સ્પીકરે સત્રને રવિવાર સવાર 11.30 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube