ન્યૂ યોર્ક: ન્યૂ યોર્ક (New York)માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 74માં સત્રમાં ભાગ લીધા બાદ શુક્રવારે પાકિસ્તાન (Pakistan) પાછા ફરતી વખતે ઈમરાન ખાન જેવા પોતાના પ્લેનથી રવાના થયા કે અચાનક તેમના પ્લેનમાં ટેક્નિકલ ખામી આવી ગઈ. જેનો આભાસ થતા જ પ્લેનને તરત ન્યૂ યોર્ક પાછું  લઈ જવું પડ્યું જ્યાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ પ્લેનમાં ઈમરાનની સાથે તેમનું પ્રતિનિધિ મંડળ પણ હતું. પાકિસ્તાનના ન્યૂઝ ચેનલ જીયો ટીવીએ આ અહેવાલ પ્રકાશિત કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાની જ જાળમાં ફસાઈ ગયા ઈમરાન ખાન, UNમાં આપેલું ભડકાઉ ભાષણ બન્યું ભારતનું હથિયાર


Geo ટીવીના રિપોર્ટ મુજબ ઈમરાન ખાનનું પ્લેન જ્યારે ટોરેન્ટો પાસે હતું ત્યારે જ અચાનક તેમાં ટેક્નિકલ ખામી સર્જાઈ. રિપોર્ટ મુજબ જો કે આ ટેક્નિકલ ખામી બહુ મોટી નહતી, તેને ઠીક કરવામાં આવી રહી છે. ઈમરાન ખાનને અમેરિકા પ્રવાસ માટે આ પ્લેન સાઉદી અરબના પ્રિન્સે આપ્યું હતું. ઈમરાન ખાન તેમના વિમાનમાં અમેરિકા આવ્યાં હતાં. ટેક્નિકલ ખરાબીના કારણે પીએમ ઈમરાન ખાને (સ્થાનિક સમય મુજબ) આખી રાત ન્યૂ યોર્કમાં પસાર કરવી પડી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...