Shahbaz Sharif chant kashmir raga: હાલ પાકિસ્તાનમાં સત્તાના વિવાદને લઈને ત્યાંની સ્થિતિ ડામાડોલ ચાલી રહી છે. પાકિસ્તાન હંમેશાં પોતાની હરકતોમાંથી ક્યારેય બાજ આવતું નથી, હાલ પાકિસ્તાનમાં સત્તા ભલે ગમે તે પક્ષની હોય તો પણ તેના શાસકો પોતાની નિષ્ફળતા અને દેશની કફોડી આર્થિક સ્થિતિ જેવા અઘરા પ્રશ્નોના જવાબો શોધવા કાશ્મીરની માળા જપવાનું શરૂ કરી દેતા હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અગાઉ ઈમરાન ખાન આજ કરતા હતા અને હવે ઈસ્લામાબાદની રાજગાદી પર બેઠેલા વજીર એ આજમ શહબાજ શરીફ પણ આજ કરી રહ્યા છે. પાકિસ્તાન હાલ ચારેબાજુથી ઘેરાયેલો છે અને ગળા સુધી દેવામાં ડૂબેલો છે, મોંઘવારી તમામ હદો પાર કરી ચૂકી છે, લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે પરંતુ દેશની જનતાને રાહત આપવાના બદલે દેશના પીએમ શહબાજ કંઈક વધારે હોશિયારી કરતી વાતો કરી રહ્યા છે.


IAS Keerthi Jalli: સ્ટેડિયમમાં કૂતરાને ફેરવનાર IAS કપલ પછી અહેવાલોમાં કેમ છવાયેલા છે આ IAS? લોકો કરી રહ્યા છે પ્રશંસા


જોકે, પાકિસ્તાની લોકો એટલે કે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં પીએમ શહબાજ શરીફે જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીર અંગે 5મી ઓગસ્ટ 2019ના રોજ લીધેલા તમામ નિર્ણયોને ફગાવી દીધા છે. અમે ઈચ્છીએ છીએ કે બીજો પક્ષ પણ તે નિર્ણયોને બાજુ પર રાખે જેથી અમે આ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવા માટે અસરકારક પગલાં ભરી શકીએ.


5 ઓગસ્ટે શું થયું હતું?
5 ઓગસ્ટ 2019ના રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે દેશની સંસદમાં ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી હતી. તે નિર્ણય હતો જમ્મુ-કાશ્મીકમાંથી 370ને ખતમ કરવાનો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચાઈ ગયું.


શહબાજ શરીફે વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ એશિયામાં સ્થાયી શાંતિ માટે કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ 370ના નિર્ણયને રદ્દ કરવો જરૂરી છે. શરીફે એવું પણ જણાવ્યું છે કે, ભારતનું એ કર્તવ્ય છે કે તેઓ કાશ્મીરમાં 5 ઓગસ્ટ, 2019ની કાર્યવાહીને પલટી નાંખે, જેથી આપણે શાંતિપૂર્ણ રીતે જમ્મુ-કાશ્મીર સહિત તમામ સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ.


Monkeypox: વિશ્વના અનેક દેશોમાં ફફડાટ! ભારતમાં ટેસ્ટ માટે લોન્ચ કરાયું RT-PCR, ઘરે બેસીને કરી શકશો તમારો ટેસ્ટ


ભારતે હજાર વાર સમજાવ્યું પણ ત્યાં કોઈને સમજાયું નહીં
ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટ, 2019 ના રોજ દેશની સંસદમાં ભારતીય બંધારણની કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો અને જોગવાઈઓ રદ કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પાકિસ્તાન ગુસ્સે ભરાયું હતું. બે વર્ષ પછી પણ સરહદ પારથી લોકો એ જ જગ્યાએ ઉભા છે અને અહીં ભારતે એટલી પ્રગતિ કરી છે કે કોરોના યુગના પડકારો વચ્ચે પણ દુનિયામાં નવી દિલ્હીનો ડંકો વાગી રહ્યો છે.


બીજી તરફ લોકો કાશ્મીર-કાશ્મીરની રટ લગાવીને બેઠા છે, પરંતુ ભારતે એક-બે વાર નહીં પણ પાકિસ્તાન સહિત સમગ્ર વિશ્વને સમજાવી ચૂક્યું છે કે આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. આ એક જ વાત છે જે પાકિસ્તાન સમજી રહ્યું નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube