નવી દિલ્હી: પાકિસ્તાની સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પહેલા ઇમરાન ખાને વિપક્ષની સામે ત્રણ શરત મૂકી છે. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે વોટિંગ માટે ઇમરાન ખાને ત્રણ શરત મૂકી છે. ઇમરાન ખાનને ખુરશી ગુમાવ્યા બાદ ધરપકડનો ભય સતાવી રહ્યો છે. એવામાં ઇમરાન ખાને સૌથી પહેલા શરત મૂકી છે કે પદ છોડ્યા બાદ તેની ધરપકડ થવી જોઈએ નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાની મીડિયા જિયો ટીવી અનુસાર, ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા વિપક્ષ સામે ત્રણ શરત મૂકી છે. ઇમરાન ખાનની પહેલી શરત છે કે પદ છોડ્યા બાદ તેની ધરપકડ ન થવી જોઈએ. બીજી શરત છે કે અનબીએ હેઠળ તેમની સામે કેસ નોંધવામાં ન આવે.


વોટિંગ પહેલા જ કહેવા લાગ્યા પૂર્વ મંત્રી, ઇમરાનના ખાસ નેતાઓએ બદલી ટ્વિટર પ્રોફાઈલ


ઇમરાન ખાનની ત્રીજી શરત એ છે કે, તેમના પછી વિપક્ષી દળ પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમ શહબાઝ શરીફને ન બનાવે. શહબાઝ ઉપરાંત અન્ય કોઇપણને પીએમ બનાવવામાં આવે. જો કે, આ મામલે વિપક્ષે ઇમરાન ખાનની શરતોનો કોઈ જવાબ આપ્યો નથી.


મંત્રીઓએ બદલી ટ્વિટ પ્રોફાઈલ
ઇમરાન સરકારના કેન્દ્રીય સૂચના અને કાયદા મંત્રી ફવાદ ચૌધરીએ તેમની ટ્વિટર પ્રોફાઈલમાં ફેરફાર કર્યો છે. તેમણે પોતાને પૂર્વ કેન્દ્રીય સૂચના અને કાયદા મંત્રી જણાવ્યા છે. ફવાદ ચૌધરીની સાથે સાથે પાકિસ્તાનના વિકેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ પણ પોતાની ટ્વિટર પ્રોફાઈ બદલી પોતાને પૂર્વ વિદેશ મંત્રી કહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube