ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટના સમાધાન માટે રાતે 8 વાગે નેશનલ એસેમ્બલીમાં વોટિંગ થશે. જો કે, લાગી રહ્યું છે કે ઇમરાન ખાનના મંત્રીઓએ મતદાન પહેલા જ હાર માની લીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાનના બે ખાસ મંત્રીઓએ ટ્વિટર પર પોતાની પ્રાફોઈલ ચેન્જ કરી દીધી છે. તેમાં પહેલું નામ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી અને બીજું નામ સૂચના મંત્રી ફવાદ ચૌધરીનું છે. બંને મંત્રીઓએ ટ્વિટર પર પોતાની પ્રોફાઈલ બદલી પૂર્વ મંત્રી કરી દીધી છે.


પોતાની સરકાર બચાવવા માટે ઝઝૂમી રહેલા ઇમરાન ખાન છેલ્લા સમય સુધી હથિયાર હેઠા મુકવા તૈયાર નથી. તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે રિવ્યૂ પિટિશન દાખલ કરી છે. પાર્ટીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં વિદેશ હસ્તક્ષેપની થિયરી પર વિચાર કર્યો નથી. તેથી તેઓ ફરીથી આ મામલે સુનાવણી કરે.


તમને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે 7 એપ્રિલના સંભળાવેલા તેમના આદેશમાં ઇમરાન ખાન સરકારને મોટો ઝટકો આપ્યો હતો. કોર્ટે તેમના નિર્ણયમાં નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર મંજૂર કરવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો હતો. સાથે જ આ મુદ્દા પર 9 એપ્રિલના એસેમ્બલીમાં વોટિંગ કરાવવાનો પણ આદેશ આપ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube