ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં રાજકીય સંકટ પર આજે કોર્ટની મોહર લગાવવામાં આવી રહી છે. ગત થોડા દિવસો પહેલાં પાકિસ્તાનમાં વિપક્ષ દ્રારા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. તેના પર મતદાનથી પહેલાં સદનના ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસનો પ્રસ્તાવ નકારી કાધ્યો હતો. ત્યારબાદ વિપક્ષી નેતાઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેપ્યુટી સ્પીકરનો ચૂકાદો કાયદા વિરૂદ્ધ છે સાથે જ ઇમરાન સરકારને આદેશ આપ્યો છે કે તે અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાનને આકરો ઝટકો
સંસદ ભંગ કરવાના મામલે ચૂકાદો સંભળાવતાં સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે ઇમરાન ખાન સરકારને અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે અને સંસદમાં ફરીથી વોટીંગ થશે. કોર્ટે આદેશ આપતાં કહ્યું કે સંસદ પહેલાંની માફક 9 એપ્રિલના રોજ ચાલશે અને તે દિવસે મતદાન થશે. 

9 એપ્રિલના રોજ 10 વાગે નેશનલ અસેંબલીમાં ઇમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. ચૂકદા બાદ કોર્ટની બહાર ગો નિયાજી, ગો ના નારા લાગી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવમાં જો ઇમરાન ખાનની હાર થાય છે તો વિપક્ષ નવા વડાપ્રધાન ચૂંટે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઇપણ સભ્યને મતદાન કરતાં પહેલાં રોકવામાં ન આવશે નહી. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ વિપક્ષમાં ખુશીની લહેર છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાન જિંદાબાદ લોકતંત્ર સૌથી મોટો બદલો છે. 


લીગલ ટીમમાંથી ઇમરાનની મીટીંગ
આ મામલે કોર્ટમાં સુનાવણી થઇ અને આજે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટ ચૂકાદો સંભળાવવા જઇ રહી છે. આ ચૂકાદા પહેલાં ઇમરાન ખાને પોતાની લીગલ ટીમ સાથે મુલાકાત કરી છે. કેસની ગંભીરતાને જોતાં કોર્ટમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. 


કોર્ટનો ચૂકાદો હશે રહેશે મંજૂર
આ મામલે ઇમરાન ખાનની પાર્ટી તરફથી કહેવું છે કે કોર્ટનો જે પણ ચૂકાદો હશે તેમને સ્વિકાર રહેશે. સાથે જ ઇમરાનના વિરોધી પક્ષોએ પણ પોતાની આસ્થા કોર્ટના ચૂકાદામાં બતાવી છે અને કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના ફેંસલાનું સન્માન કરશે. 


સુપ્રીમ કોર્ટમાં આમને સામને સુરક્ષાકર્મી અને વકીલ
ચૂકાદાના ઠીક પહેલાં પાકિસ્તાન સુપ્રીમ કોર્ટમાં વકીલો અને સુરક્ષાબળો વચ્ચે હાથાપાઇના પણ સમાચાર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube