ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કોરોના વાયરસના વધતા કેર અંગે ચિંતા વ્યક્ત કરી. ઈમરાન ખાને કહ્યું કે આપણે ખુબ કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. આપણે અમેરિકા અને યુરોપની જેમ અમીર નથી, આપણે કોરોનાથી બચીશુ તો અમારા લોકો ભૂખમરાથી મરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની રસીનું પહેલીવાર થયું પરીક્ષણ, પરિણામ આવતા લાગશે આટલો સમય 


અત્રે જણાવવાનું કે ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને કહ્યું કે એરપોર્ટ પર અત્યાર સુધીમાં 9 લાખ લોકોનું સ્ક્રિનિંગ થઈ ચૂક્યું છે. પાકિસ્તાનમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીનો પહેલો કેસ 26 ફેબ્રુઆરીના રોજ સામે આવ્યો હતો. તેમણે કહ્યું કે ખુબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ. 


ઈમરાન ખાને વધુમાં કહ્યું કે આપણી હાલત અમેરિકા કે યુરોપ જેવી નથી. આપણે એક બાજુ કોરોના વાયરસથી બચી જઈશું તો આપણા લોકો ભૂખથી મરી જશે. 


કોરોનાનો હાહાકાર: આ દેશમાં એક જ દિવસમાં 349 લોકોના મોત, ભારતે લીધો મોટો નિર્ણય


ઈમરાને કોરોના વાયરસની રોકથામ માટે પાકિસ્તાનની જનતા પાસે તેમની સરકારને સહયોગ કરવાની અપીલ કરી. ઈમરાન ખાને કહ્યું કે ચીન કોરોના વિરુદ્ધની જંગ એટલા માટે જીતી શક્યું કારણ કે ત્યાંના લોકોએ સરકારને સાથ આપ્યો. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...