હિંસા, આગચાંપી અને તોડફોડ... ઈમરાનની ધરપકડ બાદ PAKમાં હંગામો, સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને PTI પ્રમુખ ઇમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. ઇમરાન ખાનની ઇસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી પાક રેન્જર્સે ધરપકડ કરી છે. ઇમરાન ખાનની ધરપકડ બાદ ઇસ્લામાબાદથી હિંસા ભડકી ઉઠી છે. લોકો રસ્તા પર આવી ગયા છે. પાકિસ્તાનમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.
ઇસ્લામાબાદઃ Protest in Pakistan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઇમરાન ખાનની પાર્ટીના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશભરમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. પાકિસ્તાન સરકારે સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. પીટીઆઈ સમર્થકો અનેક જગ્યાએ તોડફોડ, હંગામો અને આગચાંપી કરી રહ્યાં છે. પાકિસ્તાનમાં પ્રદર્શનકારીઓએ લાહોરમાં સેનાના કમાન્ડરોના આવાસ અને રાવલપિંડીમાં સેનાના મુખ્યાલય પરિસરમાં પ્રવેશ કર્યો છે. પ્રદર્શનકારીઓએ લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના ઘરમાં ઘુસીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી છે.
ટોળાને કાબૂ કરવા એક્શન મોડમાં પોલીસ
ઈમરાન ખાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી તણાવ શરૂ થઈ ગયો હતો અને હવે ધીમે ધીમે આખા પાકિસ્તાનમાં જોવા મળી રહ્યો છે. ઈમરાનની ધરપકડ બાદ ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર સમર્થકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, ત્યારબાદ પોલીસ દળ ભીડને કાબૂમાં લેવા એક્શન મોડમાં આવી ગયું હતું. જો કે આ પછી પોલીસે ઈમરાન ખાનના સમર્થકો પર હુમલો કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ સાથે જ આ દરમિયાન ઈમરાનના વકીલ પર પણ હુમલો થયો છે, જેમાં ઘણા વકીલોને પણ ઈજા થઈ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube