કરાંચી: વિવાદિત નિવેદનોના લીધે ચર્ચામાં રહેનાર પાકિસ્તાન (Pakistan)ના રેલમંત્રી શેખ રશીદ અહેમદે કહ્યું કે 'જો આ વખતે (જમીયતે ઉલેમાએ ઇસ્લામ-ફજલના પ્રમુખ) મૌલાન ફજલુરહમાને સરકારના વિરૂદ્ધ ધરણા કર્યા તો પકડી લઇશું. તેમણે કહ્યું કે ઇમરાન સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરશે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર શેખ રશીદે સંવાદદાતાઓને કહ્યું ''મૌલાના આઝાદી માર્ચમાં જે પણ મુહિમ ચલાવી લો પરંતુ કોઇ માર્ચપાસ્ટ થવાની નથી. હળવું ફળવું સંગીત વાગશે પરંતુ વડાપ્રધાન ઇમરાન ખાન પોતાના પાંચનો કાર્યકાળ પુરો કરશે. જો મૌલાનાએ આ વખતે ધરણા કર્યા તો પકડી લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૌલાના ફજલે ઇમરાન સરકારના રાજીનામાની માંગણી સાથે ગત વર્ષે ઓક્ટોબરમાં આઝાદી માર્ચ કાઢી હતી અને ઇસ્લામાબાદમાં લાંબા ધરણા આપ્યા હતા. તેમનું કહેવું છે કે તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ઇમરાન સરકાર હટાવી દેવામાં આવશે અને દેશમાં નવેસરથી ચૂંટણી થશે. ત્યારબાદ તેમણે ધરણા ખતમ કરી દીધા હતા. તેમણે એ જણાવ્યું નથી કે આ આશ્વાસન તેમને કોણે આપ્યું હતું. હવે તેમણે ફરી એકવાર નવેસરથી ઇમરાન સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનોની જાહેરાત કરી છે. 


ભ્રષ્ટાચારના મામલે જેલ કાપનાર પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફ સારવાર કરાવવા ઇગ્લેંડ ગયા છે પર6તુ કોર્ટ દ્વારા આપવામાં આવેલી નક્કી સીમા બાદ પણ પરત ફર્યા ન હતા. તેના પર ન્યાયપાલિકા પર પરોક્ષ રીતે નિશાન સાધતાં રશીદે કહ્યું કે ''સરકારે કોર્ટ સમક્ષ લાચાર હોય છે. નવાજ શરીફ આવવાના નથી. પરંતુ મરિયમ નવાજ (નવાજ શરીફની પુત્રી) વિદેશ જઇ રહ્યા નથી. કેબિનેટે નક્કી કર્યું છે કે તેમને જવા દેવામાં આવશે નહી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube