ઈસ્લામાબાદ: પાકિસ્તાનના છાશવારે બફાટ કરતા રેલવે મંત્રી શેખ રશીદ સાથે શુક્રવારે કઈંક એવું બન્યું કે સોશિયલ મીડિયામાં તેમનો વીડિયો વાઈરલ થઈ ગયો. શુક્રવારે એક ભાષણ દરમિયાન તેમને જોરદાર વીજળીનો કરંટ લાગ્યો પરંતુ નવાઈની વાત એ છે કે કરંટ લાગતા પહેલા તેઓ જમ્મુ અને કાશ્મીરને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી રહ્યાં હતાં. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના સમયની જાહેરાત કરનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ વીજળીના જોરદાર કરંટનો ભોગ બન્યાં. કરંટ લાગતા જ મંત્રીજી એટલા ડરી ગયા કે ભાષણ અધવચ્ચે પડતુ મૂક્યું. ત્યારબાદ તેમણે સ્થિતિ સંભાળતા કહ્યું કે નરેન્દ્ર મોદી તેમના જલસાને નિષ્ફળ બનાવી શકશે નહીં. કહેવાય છે કે શેખ રશીદે જે માઈક પકડ્યું હતું તેનો તાર ક્યાંકથી કપાયેલો હતો અને આથી તેમને કરંટ લાગ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ VIDEO


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...