ઇસ્લામાબાદ : ભારત પર નજર રાખવા માટે પાકિસ્તાન એક ખાસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાકિસ્તાન આગામી નાણાકીય વર્ષ માટે એક વિશેષ તૈયારી કરી રહ્યું છે. એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત સ્પેશિયલ સેટેલાઇટ લોન્ચ કરી ભારત પર નજર રાખવાનો પ્લાન છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાબુલમાં બે બોમ્બ બ્લાસ્ટ, 21ના મોત, જાણો હકીકત... 


મીડિયા રિપોર્ટ અનુસાર એનો હેતુ ભારત પર નજર રાખવો અને બીજો નાગરિક અને રક્ષા કાર્યો માટે વિદેશી ઉપગ્રહ માટેની નિર્ભરતા ઓછી કરવાનો છે. ડોન ન્યૂઝ પેપરમાં પ્રસિધ્ધ થયેલ અહેવાલ અનુસાર પાકિસ્તાનની રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી સુપારકો (સ્પેસ એન્ડ અપર એટમોસફિયર રિસર્ચ ઓર્ગેનાઇજેશન) માટે નાણાકીય વર્ષ 2018-19માં 4.70 અરબ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં વિવિધ ત્રણ પ્રોજેક્ટ માટે 2.55 અરબ રૂપયાનું બજેટ નક્કી કરાયું છે.


જેના પર દુનિયાની નજર હતી એ કિમ જોંગે કરી વધુ એક જાહેરાત...


નાગરિક અને સૈન્ય ગતિવિધિઓ માટે ફ્રાન્સ અને અમેરિકાના ઉપગ્રહો માટે પોતાની નિર્ભરતા ઓછી કરવા અને ઉપગ્રહ વિકસિત કરવાની ક્ષમતામાં આત્મનિર્ભર બનવા માટે પાકિસ્તાનમાં વધુ ભાર અપાઇ રહ્યો છે. જે માટે 1.35 અરબ રૂપિયાનો પાકિસ્તાન મલ્ટી મિશન ઉપગ્રહ યોજના પણ સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાન કરાંચી, લાહોર અને ઇસ્લામાબાદમાં અંતરિક્ષ કેન્દ્રની સ્થાપના કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. જે માટે એક અરબ રૂપિયા ખર્ચ થવાની પણ સંભાવના છે. 


ચીન 2019માં માલવાહક અંતરિક્ષ યાન લોન્ચ કરશે
જાણવા મળ્યા મુજબ ચીન પણ અંતરિક્ષ ક્ષેત્રે પોતાની શકિત બતાવવા જઇ રહ્યું છે. ચીનમાં એક અંતરિક્ષ કંપની માલવાહક અંતરિક્ષ યાનનું નિર્માણ કરવા જઇ રહી છએ. જે 2019માં લોન્ચ થવાની સંભાવના છે. આ યાન સ્પેસ ઇન્ફ્લેટબલ ડિપ્લોયમેન્ટ, ફ્લેક્સિબલ હીટ શીલ્ડિંગ અને કંપોઝિટ મટીરિયલ્સ જેવી ચીજ વસ્તુઓના ઉપયોગથી વિકસીત કરાશે.