ઈસ્લામાબાદ: ભારત અને અન્ય પડોશી દેશો સાથે સતત પોતાના સંબંધ ખરાબ કરતું પાકિસ્તાન આમ તો અનેક રીતે ખાડામાં ગયેલો દેશ છે પરંતુ એક ટોચના ફોરમના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે તે મુસાફરી અને પર્યટન મામલે પણ દક્ષિણ એશિયામાં સૌથી ઓછો પ્રતિસ્પર્ધાવાળો દેશ બનેલો છે. એટલે કે પાકિસ્તાન પર્યટકોને આકર્ષવામાં સાવ નિષ્ફળ છે અને ટુરિસ્ટ અહીં આવવાનું ઓછું પસંદ કરે છે. આ વાત વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા પ્રકાશિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કોમ્પિટિટિવ રિપોર્ટમાં કહેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવાયું છે કે મુસાફરી અને પર્યટનની વાત કરીએ તો પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સૌથી ઓછો પ્રતિસ્પર્ધાવાળો દેશ છે. રિપોર્ટમાં એશિયા-પ્રશાંત મુસાફરી અને પર્યટન (ટીએન્ડટી) પ્રતિસ્પર્ધાત્મક સૂચકાંક 2019 રેકિંગમાં પાકિસ્તાનને સૌથી નીચે રાખવામાં આવ્યું છે. પાકિસ્તાને આ વર્ષે 2017ની 124ની સરખામણીએ 140માં દેશમાં 121મું સ્થાન મેળવ્યું છે. 


રિપોર્ટમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને હજુ પણ પ્રતિસ્પર્ધામાં ઘણો સુધાર કરવાની જરૂર છે. જેથી કરીને રેન્ક અને નિચલા ચતુર્થકમાંથી બહાર નીકળી શકે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...