લાહોર: પુલવામા આતંકી હુમલાના કારણે ભારતે પાકિસ્તાન પ્રત્યે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન પર એક પછી એક પ્રહાર થઈ રહ્યાં છે. જો કે પાકિસ્તાનની હાલત એવી જોવા મળી રહી છે કે મીયા પડે તો પડે પણ ટંગડી ઊંચી...ભારતે ગુરુવારે પાકિસ્તાનને પૂર્વ ક્ષેત્રની નદીઓમાંથી પોતાના ભાગના પાણીને પાકિસ્તાન જતું રોકવાનો નિર્ણય  કર્યો. ભારતના આ નિર્ણય પર પાકિસ્તાને જવાબ આપ્યો. તેણે કહ્યું કે જો ભારત દ્વારા પૂર્વ નદીઓ (રાવી, સતલજ, બીયાસ)ના પાણીના પ્રવાહમાં ફેરફાર કરવામાં આવશે તો તેને કોઈ ચિંતા નથી. અત્રે જણાવવાનું કે પાકિસ્તાનને ભારતમાંથી પાકિસ્તાન તરફ જતી ત્રણ નદીઓ બીયાસ, રાવી અને સતલજનું પાણી મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના અખબાર Dawn સાથે વાતચીતમાં પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના અધિકારી ખ્વાજા શુમૈલે કહ્યું કે જો ભારત પૂર્વની નદીઓના પાણીના વહેણને બદલે અને પોતાના લોકોને પહોંચાડે કે પછી અન્ય હેતુસર તેનો ઉપયોગ કરે તો તેનાથી અમને કોઈ ચિંતાન થી અને કોઈ આપત્તિ પણ નથી. કારણ  કે આઈડબલ્યુટી આમ કરવા માટે મંજૂરી આપે છે. 


ઈમરાન ખાને પાક સેનાને કહ્યું- 'ભારત કોઈ પણ કાર્યવાહી કરે, બરાબર જવાબ આપો'


અત્રે જણાવવાનું કે ભારતના જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકારે પાકિસ્તાનમાં પ્રવાહિત થતા આપણા ભાગના પાણીને રોકવાનો નિર્ણય કર્યો છે. અમે પૂર્વ નદીઓના પાણીનો માર્ગ બદલીશુ અને તેની આપૂર્તિ જમ્મુ અને કાશ્મીર તથા પંજાબના લોકોને કરાશે. 


શુમૈલે કહ્યું કે પાકિસ્તાન ગડકરીની ટ્વિટને આઈડબલ્યુટીના સંદર્ભમાં ચિંતાજનક રીતે જોતું નથી. તેમણે કહ્યું કે હકીકતમાં ભારત રાવી નદી પર શાહપુરકંડી બંધ બાંધવા માંગે છે. આ પ્રોજેક્ટને 1995 બાદથી છોડી દેવાયો હતો. હવે તેઓ પોતાના ભાગનું પાણી ઉપયોગમાં લેવા માટે આ અંગે  કામ કરવા માંગે છે. જે વ્યર્થ થઈને અંતમાં તો પાકિસ્તાનમાં જતું રહે છે. આથી જો તેઓ તેનો ઉપયોગ કરવા માંગતા હોય તો આ બંધના નિર્માણના માધ્યમથી કે પછી પોતાના લોકો માટે કોઈ અન્ય રીતે તેનો ઉપયોગ કરી શકે છે. તેઓ આમ કરી શકે છે. તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી. 


PAKને તમાચો, ચીન જેનો સભ્ય છે તે UNSCએ પુલવામા એટેક પર આપ્યું મહત્વપૂર્ણ નિવેદન 


જો કે તેમણે આગળ કહ્યું કે પરંતુ અમે નિશ્ચિત રીતે પોતાની ચિંતાઓ વ્યક્ત કરીશું અને પશ્ચિમી નદીઓ (ચિનાબ, સિંધુ અને ઝેલમ)ના પાણીનો ઉપયોગ કે પાણીના પ્રવાહને બદલવાને લઈને દ્રઢતાથી આપત્તિ વ્યક્ત કરીશું. કારણ કે તેના પર અમારા પ્રયોગનો અધિકાર છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...