નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે  અપાયેલા ઐતિહાસિક નિર્ણય મુદ્દે પાકિસ્તાન તરફથી પહેલી પ્રતિક્રિયા આવી છે. મોદી સરકારનાં નિર્ણયથી પાકિસ્તાન ગિન્નાયું છે. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા અનુચ્છેદ 370 અંગે કહેવાયું છે કે, આ આંતરરાષ્ટ્રીય વિવાદમાં એક પાર્ટી તરીકે પાકિસ્તાન આ બિનકાયદેસર નિર્ણયોની વિરુદ્ધ દરેક જરૂરી પગલા ઉઠાવશે. પાકિસ્તાનને કાશ્મીર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મુ અને કાશ્મીરથી અલગ થતા જ લદ્દાખને થશે ખુબ ફાયદો! જાણો તેમની સ્થિતિ
જમ્મુ અને કાશ્મીર  (jammu kashmir) મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે રાજ્યસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન વિધેયક રજુ કર્યું હતું. સાથે જ રાજ્યની કલમ 370 હટાવવાનો પ્રસ્તાવ પણ રજુ કર્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં આર્ટિકલ 35 એને પણ રદ્દબાદલ ઠેરવી દેવામાં આવ્યો હતો. 


અત્યાર સુધી 'ઘોર અન્યાય' થતો હતો જમ્મુ અને લદ્દાખ સાથે...ખાસ વાંચો અહેવાલ 
જમ્મુ કાશ્મીરમાં હવે અલગ ધ્વજ નહીં રહે, 370 દૂર થતાં ઘણી સ્થિતિ બદલાશે
આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે સંકલ્પ રજુ કર્યો. ગૃહ મંત્રીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370ના ખંડ (1) સિવાય કોઈ ખંડ લાગુ રહેશે નહીં. અમિત  શાહે જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક 2019 સદનમાં રજુ કર્યું. ગૃહ મંત્રીએ ભારતના બંધારણની કલમ 370(1) સિવાયની તમામ ખંડો રદ્દ કરવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરથી કલમ 35એ પણ હટાવી દીધી છે.


મોદી સરકારના નિર્ણયોથી મહેબુબા અને ઉમર ફફડ્યા, કહ્યું-આવશે ખુબ ખતરનાક પરિણામ
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે અમે જે બિલ અને સંકલ્પ લઈને આવ્યાં છીએ તેના પર તમે તમારા મત રજુ કરી શકો છો. કલમ 370(3) હેઠળ પ્રાપ્ત કાયદાને ખતમ કરતા જમ્મુ કાશ્મીર પુર્નગઠન 2019 વિધેયક રજુ  કર્યો. આ વિધેયક મુજબ જમ્મુ કાશ્મીરને હવે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવશે. લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ હશે. આ વિધેયક રાજ્યસભામાં રજુ થતા જ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ.