ચીનની ચેતવણી પર પાકિસ્તાને કહ્યું- `મસૂદ અઝહર મુદ્દે કોઈના પણ દબાણમાં નહીં આવીએ`
મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના મામલે પાકિસ્તાન કોઈના પણ દબાણમાં આવશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરુવારે આ વાત કરી.
ઈસ્લામાબાદ: મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવાના મામલે પાકિસ્તાન કોઈના પણ દબાણમાં આવશે નહીં. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરુવારે આ વાત કરી.
એવા રિપોર્ટ્સ હતાં જેમાં કહેવાયું હતું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ચીનને અલ્ટીમેટમ આપ્યું છે કે તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ એ મોહમ્મદના પ્રમુખ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાના મુદ્દે પોતાની 'ટેક્નિકલ રોક' હટાવી લે, જેને ચીને ફગાવ્યાં હતાં ત્યારબાદ ફૈઝલનું આ નિવેદન આવ્યું છે.
ફૈઝલે કહ્યું છે કે અઝહર પર પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ છે. ભારતનો આરોપ છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા પાછળ પાકિસ્તાન સ્થિત જૈશ એ મોહમ્મદનો હાથ છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં.
જુઓ LIVE TV