હાફિઝ સઇદના સંગઠન જમાત ઉદ દાવાનું મુખ્યમથક સીલ, મદરેસાઓ પર અધિકારીઓનો કબ્જો
અધિકારીઓએ જેયૂડીની કથિત સલાહ શાખા ફલહ એ ઇંસાનિયત ફાઉન્ડેશનનાં મુખ્યમથકને પણ સીલ કર્યું છે
લાહોર : પાકિસ્તાનમાં અધિકારીઓએ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદની આગેવાનીવાળા આતંકવાદી સંગઠન જમાત ઉદ દાવા (જેડીયુ)નું લાહોર ખાતેનું હેડક્વાર્ટર ગુરૂવારે સીલ કરી દીધું. અધિકારીઓએ જેયૂડીની કથિત સલાહકાર શાખા ફલહ એ ઇસાનિયત ફાઉન્ડેશન (એફઆઇએફ)નાં મુખ્ય મથકને સીલ કરી દીધું છે. પ્રતિબંધિત સંગઠનોની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલી કાર્યવાહી હેઠળ આ પગલા ઉઠાવાયા છે.
બીકે હરિપ્રસાદનું વિવાદિત નિવેદન: પુલવામા મુદ્દે મોદી-ઇમરાન વચ્ચે મેચ ફિક્સિંગ
પંજાબના ગૃહ વિભાગે ગુરૂવારે આપેલા એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યયોજના(એનએપી) હેઠળ સરકારે લાહોર અને મુરીદકેમાં જેયુડી અને એફઆઇએફનાં મુખ્યમથકોને સંપુર્ણ રીતે પોતાના નિયંત્રણમાં લીધા છે.
લોકસભા ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, સોનિયા-રાહુલ આ સીટ પરથી લડશે ચૂંટણી
મસ્જીદો, મદરેસા અને અન્ય સંસ્થાઓ પર પણ નિયંત્રણ
વિભાગે કહ્યું કે, સરકાર પ્રાંતમાં પ્રતિબંધિત સંગઠનોની મસ્જિદો, મદરેસા અને અન્ય સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લઇ રહી છે. નિવેદન અનુસાર અમે પ્રતિબંધિત સંગઠનોની વિરુદ્ધ કાર્યવાહી ઝડપી કરી છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, જેયુડી અને એફઆઇએફનાં લાહોર ખાતેના મુખ્ય મથક જમિયા મસ્જિદ કદસિયાને સીલ કરી દીધું છે. અધિકારીઓએ જણાવ્યું કે, સરકારે લાહોરથી આશરે 40 કિલોમીટર દુર મુરીદકે ખાતેના જેયુડીનાં મુખ્યમથક પર પણ સંપુર્ણ નિયંત્રણ કરી લીધું છે. જો કે ગૃહ વિભાગે તેની પૃષ્ટી નથી કરી.
વાયુસેનાનું મોટુ નિવેદન, પાકિસ્તાન સામે કોઇ પણ પ્રકારના ખતરાને ખાળવા અમે તૈયાર
અધિકારીએ જણાવ્યું કે, તંત્ર અને પોલીસનાં અધિકારીઓ જ્યારે ઇમરારનું નિયંત્રણ પોતાનાં હાથમાં લેવા માટે પહોંચ્યા તો સઇદ અને તેનાં સમર્થકોએ કોઇ વિરોધ નહોતો કર્યો. તેમણે કહ્યું કે, પોતાના સમર્થકો સાથે સઇદ જોહર ટાઉન ખાતે પોતાનાં આવાસ માટે રવાના થઇ ગયો હતો.