ઇસ્લામાબાદઃ ઈરાનથી નજીક આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં કોરોના વાયરસના મામલા અચાનક વધવાથી દેશમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે. તો દેશમાં કોરોના પીડિતોની સંખ્યા વધીને મંગળવારે 193 થઈ ગઈ છે. લાહોરથી એક શંકાસ્પદના મોતના સમાચાર પણ છે જેથી અચાનક સંકટ ગંભીર થતું જોવા મળી રહ્યું છે. સ્થિતિને જોતા વડાપ્રધાન ઇમરાન ખાન દેશને સંબોધિત કરી શકે છે. તેઓ સરકારની નીતિઓ વિશે જાણકારી આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક અધિકારીએ જણાવ્યું કે, સિંધમાં 155, ખૈબર પખ્તૂનખામાં 15, બલોચિસ્તાનમાં 10, ગિલગિત બાલ્તિસ્તાનમાં પાંચ, ઇસ્લામાબાદમાં બે અને પંજાબમાં એક વ્યક્તિમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. સિંધ સરકારના પ્રવક્તા મુર્જતા વહાબે મંગળવારે ટ્વીટ કર્યું, 'સખ્ખરમાં અત્યાર સુધી 119 પીડિતો સામે આવ્યા છે જ્યારે 115 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ નથી. આ સિવાય પ્રાંતમાં 36 લોકો સંક્રમિત જોવા મળ્યા છે, જેમાંથી 34ની સારવાર ચાલી રહી છે અને બે સ્વસ્થ થઈ ગયા છે.'


ટેન્ટ શહેરમાં આઇસોલેશન
એક્સપ્રેસ ટ્રિબ્યૂને વહાબના હવાલાથી માહિતી આપી છે કે સ્થાનિક અધિકારીઓએ સિંધ પ્રાંતમાં કોરોના વાયરસના પાંચ નવા મામલાની પુષ્ટિ કરી છે. માહિતીમાં જણાવવામાં આવ્યું કે, તાફ્તાનમાં આઇસોલેશનમાં રખાયેલા ધાર્મિક યાત્રીકોની સંખ્યા નવ હજારથી વધુ છે. આ બધા ઇરાનથી આવ્યા હતા અને બલોચિસ્તાન સરકારે તેને 'ટેન્ટ શહેર'માં આઇસોલેશનમાં રાખ્યા છે. 


કોરોનાની રસીનું પહેલીવાર થયું પરીક્ષણ, પરિણામ આવતા લાગશે આટલો સમય 


પોતાના શહેર પરત ફરવાની મંજૂરી
આઇસોલેશનમાં રહેવાનો 14 દિવસના સમયગાળો સમાપ્ત થયા બાદ તીર્થયાત્રીકોને પોતાના શહેરમાં જવાની મંજૂરી આપવામાં આવી છે. સિંધ અને ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતે તેને આગળની યાત્રીની મંજૂરી આપતા પહેલા સખ્ખર અને ડેરા ઇસ્માઈલ ખાનના આઇસોલેશન કેન્દ્રમાં મોકલીને તપાસ કરાવી છે. સિંધના મુખ્યપ્રધાન મુરાદ અલી શાહે આરોપ લગાવ્યો કે તીર્થયાત્રીઓને તફ્તાનમાં સારી રીતે અલગ રાખવામાં આવ્યા નથી તેને સાથે રાખવામાં આવ્યા છે. 


શૈક્ષણિક સંસ્થાઓ બંધ
આ વચ્ચે સરકાર વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે પગલાં ભરી રહી છે. પંજાબ પ્રાંતના અધિકારીઓએ તમામ સરાકરી વિશ્વવિદ્યાલયોની હોસ્ટેલને તત્કાલ મેનેજમેન્ટ તરીકે આઇસોલેશન કેન્દ્રમાં ફેરવી નાખી છે. સ્વાસ્થ્ય પર વડાપ્રધાનના સલાહકાર ડો. જફર મિશ્રાએ કહ્યું કે, તમામ શૈક્ષણિક સંસ્થાને બંધ કરવામાં આવી છે અને કર્મચારીઓને સંસ્થાની અંદર આવવાથી રોકી દેવામાં આવ્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર