આતંકીની ખેતી કરતું પાકિસ્તાન પોતાની જ જાળમાં ફસાયું, ફાયરિંગ અને વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું બીજું સૌથી મોટું નેવલ એર સ્ટેશન
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન તુર્બતમાં પીએનએસ સિદ્દીકી પર ભારે ફાયરિંગ અને વિસ્ફોટના સમાચાર છે. ધ બલુચિસ્તાન પોસ્ટ મુજબ પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ની માજિદ બ્રિગેડે પત્રકારોને ઈમેઈલ મોકલીને આ હુમલાની જવાબદારી લીધી છે.
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન તુર્બતમાં પીએનએસ સિદ્દીકી પર ભારે ફાયરિંગ અને વિસ્ફોટના સમાચાર છે. ધ બલુચિસ્તાન પોસ્ટ મુજબ પ્રતિબંધિત બલુચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)ની માજિદ બ્રિગેડે પત્રકારોને ઈમેઈલ મોકલીને આ હુમલાની જવાબદારી લીધી છે. બ્રિગેડે કહ્યું કે અમે તુર્બતમાં પાકિસ્તાની નેવી એરબેસમાં એન્ટ્રી કરી ચૂક્યા છીએ.
પોતાના રણનીતિક મહત્વ અને ચીની ડ્રોનોની તૈનાતી માટે મશહૂર આ નેવી અડ્ડો મજિદ બ્રિગેડનું લેટેસ્ટ ટાર્ગેટ બન્યો છે. અત્રે જણાવવાનું કે મજિદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. ચીન અને પાકિસ્તાન પર ક્ષેત્રના સંસાધનોના શોષણનો આરોપ લગાવે છે.
હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર
હુમલા બાદ તરત જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીએ તુર્બતના ટીચિંગ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી છે. ડોક્ટરો સહિત તમામ મેડિકલ સ્ટાફને હુમલાથી સંભવિત પીડિતોને સંભાળવા માટે તરત રિપોર્ટ કરવાનો આદેશ અપાયો છે.
ધ બલૂચિસ્તાન પોસ્ટના જણાવ્યાં મુજબ મીડિયાને અપાયેલા પોતાના લેટેસ્ટ અપડેટમાં બીએલએ દ્વારા દાવો કરાયો છે કે છેલ્લા ત્રણ કલાકથી પીએનએસ સિદ્દીકી પર હુમલામાં 'એક ડઝનથી વધુ; પાકિસ્તાની કર્મીઓ માર્યા ગયા છે. આ ઉપરાંત બીએલએએ એક ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. જે કથિત રીતે પીએનએસ સિદ્દીકી પર હુમલામાં સામેલ તેમના એક ફાઈટરનો છે. રેકોર્ડિંગમાં ફાઈટરને એવો દાવો કરતા દેખાડવામાં આવ્યા છે કે અનેક પાકિસ્તાની વાહનોને નિશાન બનાવવામાં આવ્યા છે.