પોતાના કબજે કરેલા `ગુલામ કાશ્મીર`ને ખાલી કરે પાકિસ્તાન: મિજિતો વિનિતો
પાકિસ્તાન PoK પરથી પોતાનો ગેરકાયદે કબજો હટાવી લે. કેમ કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપનાનાં 75 વર્ષ પુરા થતાં ભારતીય પ્રતિનિધિ મિજિતો વિનિતો (Mijito Vinito)એ પાકિસ્તાનને સ્પષ્ટ રીતે PoK ખાલી કરવા કહ્યું છે.
વોશિંગ્ટન: પાકિસ્તાન PoK પરથી પોતાનો ગેરકાયદે કબજો હટાવી લે. કેમ કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ની સ્થાપનાનાં 75 વર્ષ પુરા થતાં ભારતીય પ્રતિનિધિ મિજિતો વિનિતો (Mijito Vinito)એ પાકિસ્તાનને સ્પષ્ટ રીતે PoK ખાલી કરવા કહ્યું છે.
ઈમરાને ઉઠાવ્યો હતો કાશ્મીરનો મુદ્દો
સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષ પુરા થવા પર સંયુક્ત રાષ્ટ્ર (UNGA)ની બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલ રીતે દુનિયાના ટોચના નેતાઓ સામેલ થયા હતા. આ સમયે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન નિયાજીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પરંતુ તે તેમને ભારે પડ્યો હતો. કેમ કે, ઈમરાન ખાનના નિવેદન બાદ ભારતીય પ્રતિનિધિએ ઈમરાન ખાનની સરકારને વળતો જવાબ આપ્યો અને કહ્યું કે, પાકિસ્તાને હવે PoK ખાલી કરવું પડશે.
આ પણ વાંચો:- UNમાં ભારતે પાકિસ્તાનનું માથું શરમથી ઝૂકાવી દીધું, ઈમરાન ખાનની ભાષણ વચ્ચે થઈ ફજેતી
પાકિસ્તાનને પડ્યું ભારે
સંયુક્ત રાષ્ટ્રમાં ઈમરાન ખાનને અરીસો દેખાડવાની જવાબદારી ભારતીય મિશનના પ્રથમ સચિવ મિજિતો વિનિતોએ ઉઠાવી. જેમણે ઈમરાન ખાનને કાશ્મીર પ્રપંચનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, ઈમરાન ખાને ભારતને લઇને ઘણી વાત કરી, પરંતુ હેરાનીની વાત છે કે, તેમણે આ બુધ પોતાના વિશે કહ્યું, પાકિસ્તાનની પાસે આ મહાસભામાં જુઠ્ઠું બોલવા સિવાય કંઇ નથી.
ઈમરાન ખાને 2019માં માન્યું હતું કે, તેમના દેશમાં 30થી 40 હજાર આંતકિઓને ટ્રેનિંગ આપવામાં આવી અને તેમને ભારત અને આફગાનિસ્તાનમાં આતંકવાદ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા. ખાસ કરીને ભારતના જમ્મુ કાશ્મીર (Jammu & Kashmir)માં.
આ પણ વાંચો:- UN માં ભાષણ દરમિયાન ઇમરાન ખાને લગાવ્યો આરોપ, ભારતે કર્યું બાયકોટ
પાકિસ્તાન પર PoK ખાલી કરવા દબાણ
ભારતીય પ્રતિનિધિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને જે વિસ્તાર પર પાકિસ્તાનનો કબજો છે. તે ખાલી કરવામાં આવે. રાઈટ ટૂ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને આ જવાબ આપ્યો છે. ભારતે કાશ્મીર મુદ્દો ઉઠાવવાના વિરોધમાં ઈમરાન ખાનના ભાષણનો બહિષ્કાર કર્યો.
ઈઝરાયેલના PM બેન્જામિન નેતન્યાહૂ પર લાગ્યો વિચિત્ર આરોપ, US પ્રવાસ વિવાદમાં સપડાયો
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ બોલ્યા હતા કે જો પાકને ભારતથી વાતચીત કરવી છે તો માક્ષ ગુલામ કાશ્મીર પર થશે. તેમણે સંસદમાં આ નિવેદન આપ્યુ હતુ.
બ્રિટિશ સાંસદે પણ આપી પાકિસ્તાનને ચેતવણી
લગભગ 10 દિવસ પહેલા બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમાને કહ્યું હતુ કે, પાકિસ્તાનને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ખાલી કરવું જોઇએ. કેમ કે જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે. સાંસદ બોબનું નિવેદન હતું કે ''સંપૂર્ણ જમ્મુ-કાશ્મીર ભારતનો ભાગ છે. કાશ્મીરના ફરી રાજ્ય બનાવવા માટે પાકિસ્તાનની સૈનાએ સૌથી પહેલા પીઓકે ખાલી કરવું પડશે.''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube