કોરોના વાયરસથી ડરનો માહોલ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 13 માર્ચ સુધી શાળાઓ બંધ
આ પહેલા સિંધની પ્રાંત સરકારે તમામ શાળા-કોલેજે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે એશિયા, યૂરોપથી લઈને અમેરિકા સુધી વિશ્વના 60 દેશોમાં ફેલાઇ ચુક્યો છે.
કરાચીઃ ચીનમાં તબાહી મચાવ્યા બાદ કોરોના વાયરસ હવે વિશ્વના બીજા દેશોમાં ફેલાવો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનમાં ચાર કેસ સામે આવ્યા બાદ સિંધ પ્રાંતમાં તમામ સરકારી અને ખાનગી શાળા-કોલેજ 13 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સિંધના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમામે, કોરોના વાયરસનો બીજો મામલો શનિવારે કચારીમાં રિપોર્ટ થયો છે. ત્યારબાદ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખીને તેના પર નજર રાખવામાં આવી રહી છે.
આ પહેલા સિંધની પ્રાંત સરકારે તમામ શાળા-કોલેજે 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. મહત્વનું છે કે વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ હવે એશિયા, યૂરોપથી લઈને અમેરિકા સુધી વિશ્વના 60 દેશોમાં ફેલાઇ ચુક્યો છે. આયર્લેન્ડ અને ઇક્વાડોરમાં શનિવારે વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધાયો હતો. વિશ્વભરમાં કોરોના વાયરસથી 86,000 લોકો ચેપગ્રસ્ત છે જ્યારે 3000થી વધુ લોકોના મોત થઈ ચુક્યા છે.
બ્રિટનમાં 12 નવા કેસ નોંધાવાની સાથે દેશમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 35 સુધી પહોંચી ગઈ છે. ઈરાનમાં વધુ 11 લોકોના ચેપને કારણે મોત થવાના અહેવાલ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું કે, વાયરસ ચીનની બહાર વિશ્વના બીજા દેશોમાં ફેલાવાનો ક્રમ જારી છે. પરંતુ ચીને આ વાયરસ પર કાબુ મેળવવાનું શરૂ કરી દીધું છે. હવે ચીનમાં પહેલાની તુલનામાં ઓછા મામલા નોંધાઇ રહ્યાં છે.
દક્ષિણ કોરિયામાં સોમવારે કોરોના વાયરસના લગભગ 500 નવા મામલા સામે આવ્યા ત્યારબાદ ત્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 4,000થી વધુ થઈ ગઈ છે. મહત્વનું છે કે ચીન બાદ કોરોના વાયરસના સૌથી વધુ કેસ દક્ષિણ કોરિયામાં સામે આવ્યા છે. દક્ષિણ કોરિયા તરફથી જારી સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ચાર લોકોના મોતની સાથે અત્યાર સુધી કુલ 22 લોકોના મોત થયા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube