નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાને પોતાની ધરતી પર ઉછરી રહેલા આતંકવાદ અને તેના આકાઓ પર મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાન તરફથી આતંકી ચીફ અને મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદ અને તેના 3 અન્ય સાથીઓ વિરુદ્ધ આતંકવાદ માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો કેસ દાખલ થયો છે. પાકિસ્તાનની પ્રાંતીય પંજાબ સરકારે આતંકવાદને ફંડિંગના આરોપમાં હાફિઝ અને તેના પ્રતિબંધિત સંગઠન વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે ભારતે પાકિસ્તાનની આ કાર્યવાહીને સંપૂર્ણ રીતે ફગાવી દીધી છે. ભારતે કહ્યું કે આ પ્રકારની કાર્યવાહી પહેલા પણ જોઈ ચૂક્યા છીએ. સરકારી સૂત્રોએ WIONને આ વાત જણાવી. 


ભારત તરફથી પાકિસ્તાનને કહેવાયું કે તેઓ  પોતાના નિયંત્રણવાળા કોઈ પણ વિસ્તારમાં આતંકી સમૂહો પર કાર્યવાહી  કરે અને આતંક માટેના ફંડિંગ પર રોક લગાવે. 


જમાત ઉદ દાવાના ચાર મુખ્ય સભ્ય જેમના પર કાર્યવાહી કરાઈ છે તેમાં હાફિઝ મોહમ્મદ સઈદ, અબ્દુલ રહેમાન મક્કી (હાફિઝ સઈદનો બનેવી), આમિર હમઝા, અને મોહમ્મદ યાહયા અઝીઝ સામેલ છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...