Pakistan Iran Air Strike: સુન્ની બહુમતીવાળા પાકિસ્તાન અને શિયા દેશ ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. એક દિવસ પહેલા ઈરાને પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જૈશ અલ અદલ આતંકી સંગઠનના ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. જેના પર પાકિસ્તાન ભડકી ગયું હતું. દેશમાં ગણતરીના દિવસમાં ચૂંટણી  થવાની છે. હવે પાકિસ્તાનની સેનાએ 24 કલાકની અંદર જ જવાબી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ પાક ફોર્સે ઈરાનમા અનેક જગ્યાઓ પર ટારગેટ એટેક કર્યા છે. રિપોર્ટ્સમાં એવું કહેવાય છે કે પાકિસ્તાને ઈરાનમાં બલુચ આતંકીઓની સુરક્ષિત જગ્યા ગણાવી બોમ્બમારો કર્યો છે. જેમાં અનેક હથિયારોનો ઉપયોગ કર્યો છે.  આ અગાઉ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આતંકવાદ સમગ્ર ક્ષેત્રની સમસ્યા છે અને આ પ્રકારની એકતરફી કાર્યવાહીના ગંભીર પરિણામ આવી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube