ઇસ્લમાબાદ : પાકિસ્તાનમાં શિક્ષણ હવે વ્યાપારનું સ્વરૂપ લઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે આ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ખાનગી શાળાઓ નાણા કમાવાનો ધંધો નથી. સાથે જ કોર્ટે સરકારને એવી શૈક્ષણીક સંસ્થાઓનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાનો આદેશ આપતા ખાનગી શાળાઓનાં રાષ્ટ્રીયકરણનાં સંકેત પણ આપ્યા. જીયો ટીવીના અનુસાર ત્રણેય ન્યાયાધીશોની પીઠે આ ટિપ્પણી ઇસ્લામાબાદની બે ખાનગી શાળાઓને તંત્રની તરફથી ટોપના ન્યાયાધીોને સંબોધિત કરતા એક પત્રમાં તિરસ્કારપુર્ણ ભાષાનો ઉપયોગ કરવા અંગે સુનવણી દરમિયાન કર્યો. ન્યાયમુર્તિ અહેમદ ગુલઝાર, ન્યાયમૂર્તિ ફૈઝલ અરબાબા અને ન્યાયમૂર્તી ઇજાજુલ અહસનનો સમાવેશ થાય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યાયમૂર્તિ અહેસને ખાનગી શાળાના પ્રાધિકારીઓને કહ્યું કે, તમે શાળાની ફી વધારવા અંગે કોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને નિષ્ઠુર નિર્ણય ગણાવવાની ધૃષ્ટતા કઇ રીતે કરી. અભિભાવકોને મોકલવામાં આવેલા તમારા પત્ર કોર્ટની અવગણના છે. ન્યાયમૂર્તિ ગુલજારે કહ્યું કે, તમે તમે કઇ પ્રકારે વાતો લખો છો ? અમે તમારી શાળાને બંધ કરી દેવી જોઇએ અને એટલે સુધી કે તેનું રાષ્ટ્રીયકરણ પણ કરવામાં આવી શકે છે. 

દરેક સરકાર પાસે તમારી શાળાઓને તંત્ર મુદ્દે પહોંચવા માટે કહી શકે છે. એક્સપ્રેસ ન્યુઝે સમાચારમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતા સમાચારો અંગે કહ્યું કે, હાઇકોર્ટે ખાનગી શાળા દ્વારા લેવામાં આવતી ફીમાં 20 ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. પત્ર આ આદેશ સંબંધિત છે.